વિરણીયા ગામેથી સાપનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ - At This Time

વિરણીયા ગામેથી સાપનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ


મહીસાગર જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં વારંવાર જંગલી જાનવરો અને પ્રાણીઓ આવી ચઢતા હોય છે. ત્યારે લુણાવાડા તાલુકાના વિરણીયા ગામે આવી જ એક ઘટના બની હતી. જેમાં બકરા બાંધવાની જગ્યામાં એક 8 ફૂટનો સાપ ઘૂસી આવ્યો હતો. સાપને જોતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ત્યારે મકાન માલિક દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહીસાગરને જાણ કરતા તેઓએ સ્થળ પર જઈને 8 ફૂટ લાંબા ધામણ સપનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો

.લુણાવાડા તાલુકાના વિરણીયા ગામે વિક્રમભાઈ પરમારના ઘરે બકરા બાંધવાની જગ્યામાં એક સાંપ ઘૂસી આવ્યો હતો. જેને લઈને લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ત્યારે સમગ્ર ઘટનામાં સ્થાનિક રહીશ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહીસાગરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ટીમના મેમ્બર હિતેશભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતા ધામણ પ્રજાતિનો બિન ઝેરી સાંપ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ આ 8 ફૂટના ધામણ સાપનું રેકયું કરીને તેને સુરક્ષિત જગ્યા પર છોડી મુકવામાં આવ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આવો વિશાળકાય સાંપ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે તો લોકો સ્વાભાવિક રીતે ડરી જતા હોય છે. પરંતુ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના હિતેશભાઈ ત્યાં પહોંચી સાપ વિશે માહિતી આપી હતી અને સાપ બિન ઝેરી છે. તેવું જણાવ્યું હતું. પરંતુ વિશાળકાય સાપ જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ત્યારે સફળતાપૂર્વક તેનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.