સાબરકાંઠા ના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા માટે કરયો ઇન્કાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hrsbe19inyd5krep/" left="-10"]

સાબરકાંઠા ના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા માટે કરયો ઇન્કાર


ચૂંટણી આવી રહી છે જેમાં હમણાં જ અઠવાડિયા પહેલા જ સાબરકાંઠા ઉમેદવાર તરીકે ભાજપે ભીખાજી ઠાકોર ની પસંદગી કરી જે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો હતો, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશિયલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે. જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે.જેથી આજે ભીખાજી ઠાકોરે સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા આ સીટ પર ભાજપ અન્ય ઉમેદવારને ઉતારી શકે છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]