રાજુલા મોચી સમાજ દ્વારા લાલાબાપા ની ભવ્ય તિથિ ઉજવાશે - At This Time

રાજુલા મોચી સમાજ દ્વારા લાલાબાપા ની ભવ્ય તિથિ ઉજવાશે


મોચી સમાજ ના સંત પરમ પૂજ્ય શ્રી લાલાબાપા ની તિથિ આગામી ૧૨ એપ્રિલ ના રોજ છે ત્યારે તેના અનુસંધાને મોચી સમાજ રાજુલા ની મીટીંગ મળી હતી જેમાં નક્કી થયા મુજબ આગામી ૧૨ તારીખે લાલાબાપા ની તિથિ ભવ્ય રીતે ઉજવાશે જેમાં સાંજે ૫ થી ૭ હનુમાન ચાલીસા ના પાઠ ત્યારબાદ મહાઆરતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ રાખેલ છે.

ઉલ્લેખનીય છે કે રાજુલા શહેર માં મોચી સમાજ ના ૧૫૦ થી વધારે પરિવારો વસવાટ કરે છે અને દર વર્ષે મોચી સમાજ દ્વારા ભવ્ય રીતે લાલાબાપા ની તિથિ ઉજવવામાં આવે છે એમ મોચી સમાજ પ્રમુખ સાગર સરવૈયા એ જણાવ્યું છે.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.