રાજુલામા સફાઇ કામદારોને પગાર નહી ચુકવતા રોષ જોવા મળ્યો..... - At This Time

રાજુલામા સફાઇ કામદારોને પગાર નહી ચુકવતા રોષ જોવા મળ્યો…..


નગરપાલિકાએ સફાઈ કામદારોને છેલ્લા 4 મહીનાઓથી પગાર નહી આપતા એકઠા થયા હતા.....
અવારનવાર નગરપાલિકામા રજૂઆત કરવામા આવી છતાપણ પગાર ચુકવવામા નથી આવ્યો.......
આ ધટના પગલે રાજુલા ભાજપ અગ્રણી રવુભાઈ ખુમાણ સફાઇ કામદારોને સમજાવી મામલો થાડે પાડયો......
સોમવાર સુધીમા નગરપાલિકા દ્વારા પગાર સફાઇ કામદારોને પગાર આપવામા નહી આવેતો કામગીરીનો બહિષ્કાર કરવામા આવશે.....
સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે......

રાજુલા શહેરમાં નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી રાજુલા નગરપાલિકામાં આવેલી સફાઈ કામની કરાર આધારિત ટીમની કામગીરીની છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવણી કરવામાં આવી નથી પરિણામે નાના કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે

જાણવા મળતી વિગત મુજબ રાજુલા નગરપાલિકામાં છેલ્લે ઘણા સમયથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે છે જો કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચલાવવામાં આવે તો જ સભ્યોના ઘર ચાલે આ વખતે અનુસાર અને આ નીતિના હિસાબે કરાર આધારિત ₹8,000 માં નોકરી કરતા કરાર આધારિત કર્મચારીઓના છેલ્લા પાંચ પાંચ મહિનાથી પગાર થયા નથી પરિણામે નાના નાના કર્મચારીઓ ત્રાહિમામ પહોંચાડી ગયા છે હાલમાં નગરપાલિકામાં વહીવટદાર નિમાઈ ગયા છે અને આ કોન્ટ્રાક્ટ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોના મળતીયાઓ રાખતા હતા જેને લાખો રૂપિયા હા ભાગાય માંથી મળતા હતા પરંતુ કર્મચારીઓના 8000 રૂપિયા હજુ સલવાયેલા છે તે આજે પગાર નહીં થતા તમામ કર્મચારીઓ ભેગા થયા હતા અને સોમવારથી જો પગાર નહીં થાય તો કામ બંધ કરવાની ચીપથી આપી હતી. ઘટનાની જાણ થતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રવુભાઈ ખુમાણ અમિતભાઈ બાબરીયા મહેશભાઈ સહિતના દોડી ગયા હતા અને સોમવાર સુધીમાં પગાર મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે હવે કોન્ટ્રાક્ટ ના નામે મલાઈ ખાતા સભ્ય સામે પગલાં ભરાય છે કે કેમ તે જવું રહ્યું

અત્રે નોંધનીય બાબત છે કે કરાર આધારિત રાજુલા નગરપાલિકામાં 100 જેટલા નાના મોટા કર્મચારીઓ કામ કરે છે જેમાં ડાઈવરો સફાઈ કામદારો તેમજ કચરાપેટીના ડાઈવરો અને સ્ટાફ આવી જાય છે તો આ કર્મચારીઓના પગાર ક્યારે થશે તે તપાસનો વિષય છે અને કર્મચારીઓ હાલ લાલ ગુમ બન્યા છે

રીપોર્ટ દુષ્યંત ભટ્ટ રાજુલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.