ઈસનપુર ચાર રસ્તા પર બંને સાઈડે ઉભી રહેતી શટલ રિક્ષાઓ નાં કારણે સર્જાય છે ટ્રાફિક જામ - At This Time

ઈસનપુર ચાર રસ્તા પર બંને સાઈડે ઉભી રહેતી શટલ રિક્ષાઓ નાં કારણે સર્જાય છે ટ્રાફિક જામ


ઈસનપુર ચાર રસ્તા પર ટ્રાફિક જામ નાં થાય એ ઉદ્દેશ્ય ને ધ્યાનમાં રાખીને ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. છતાંપણ ટ્રાફિક જામની સ્થિતિમાં કોઈ પણ જાતનો સુધારો જોવામાં નથી આવી રહ્યો. ટ્રાફીક જામ થવાનું સૌથી મોટું કારણ બંને બાજુ ઉભી રહેતી શટલ રિક્ષા છે.આ શટલ રિક્ષાનાં ચાલકો ઈસનપુર ચાર રસ્તા પર પેસેન્જરોની રાહ જોઈ લાંબી કતાર બનાવી ઉભા રહેતાં હોય છે.આવી સ્થિતિ ચાર રસ્તા પર બંને સાઈડે છે.

એટલે કે વટવા તરફ જતી શટલ રિક્ષાઓ પુલ નીચે બનાવેલ ટ્રાફિક પોલીસ બુથની સામેની સાઈડે લાઈન લગાવી ઉભી રાખતાં હોવાથી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.એવી જ રીતે ટ્રાફિક બુથની નજીક જ એસટી ગીતામંદિર અને કાલુપુર જતી શટલ રિક્ષાઓ ઉભી રહેતી હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.ખાસ કરીને સવારે અને સાંજે ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. ટ્રાફિક જામ થવા પાછળ ઘણાં કારણો છે. જેમ કે ઈસનપુર ચાર રસ્તા પર બંને સાઈડે લાંબી કતાર લગાવી રસ્તા પર ઉભી રહેતી શટલ રિક્ષાઓ સૌથી મોટું કારણ સામે આવ્યું છે.જયારે બીજું કારણ રસ્તા પર કરવામાં આવતાં આડેધડ પાર્કિંગને કારણે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

આપ સૌ વીડિયોમાં જોઈ શકો છો કે કેટલી બધી શટલ રિક્ષાઓ બંને સાઈડે ઉભી રહી છે.હવે સવાલ એ ઉભો થાય છે કે શું ઓવરબ્રિજ નીચે આવેલ ટ્રાફિક બુથમાં ફરજ બજાવતા કર્મચારીઓને આ હકીકતથી અજાણ હશે કે જાણતાં હોવાં છતાં આંખ આડા કાન કરી બેઠા છે. ટ્રાફિક પોલીસ જો પોતાની ડ્યુટી ઈમાનદારી પૂર્વક કરે તો 100 % ઈસનપુર ચાર રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી શકે છે.

ઈસનપુર ચાર રસ્તા ની બંને સાઈડે ઉભી રહેતી શટલ રિક્ષાઓ ટ્રાફિક પોલીસ દ્વારા જો ઉભી નાં રહેવા દેવામાં આવે તો મહદ્અંશે ટ્રાફિક જામ ની સ્થિતિમાં સુધારો આવી શકે છે.

રિપોર્ટ બાય
સૌરાંગ ઠક્કર, અમદાવાદ
બ્યુરો ચીફ
9586241119


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.