મતદાન જાગૃતિ માટે મોડાસામાં રન ફોર વોટ અને દિવ્યાંગોની રેલી યોજાઈ - At This Time

મતદાન જાગૃતિ માટે મોડાસામાં રન ફોર વોટ અને દિવ્યાંગોની રેલી યોજાઈ


લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અરવલ્લી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રવિવારે મોડાસા ખાતે રન ફોર વોટ કાર્યક્રમાં જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરના ચાર રસ્તાથી નીકળેલી રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યારે દિવ્યાંગો માટે પણ રવિવારે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા અને મહત્તમ મતદાન કરવાના શપથ લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.