સંતરામપુર સહિત દાહોદના તમામ ડીસ્પેન્ચિંગ સેન્ટરોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે. - At This Time

સંતરામપુર સહિત દાહોદના તમામ ડીસ્પેન્ચિંગ સેન્ટરોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે.


દાહોદ જિલ્લામાં ઈ.વી.એમ - વી.વી.પેટ કીટનું ડિસ્પેચીંગ કરાયું

ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપુર્ણ સજ્જ.

દાહોદ : સમગ્ર ગુજરાતમાં આવતી કાલે યોજાનારા મતદાનને લઇને તંત્ર સજ્જ છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ મતદાનને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિધાનસભાઓમાં EVM ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ. ડિસ્પેચીંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. ઈ.વી.એમ-વી.વી.પેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચીંગ કરવામાં આવ્યું હતું.

સંતરામપુર સહિત દાહોદના તમામ એ.સી.ની મુલાકાત લીધી હતી. સાથે સખી બુથની પણ મુલાકાત લઇ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ ઈ.વી.એમ.- ડિસ્પેચીંગની સમગ્ર પ્રક્રીયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર જિલ્લામાં વિવિધ ડિસ્પેચીંગ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી તમામ બુથ વાઈઝ પોલીંગ સ્ટાફ મતદાન કેન્દ્ર પર ઈ.વી.એમ-વી.વી.પેટ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે. ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપુર્ણ સુસજ્જ છે. ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હિટવેવની આગાહીને ધ્યાને રાખીને પોલીંગ સ્ટાફ માટે પાણી, છાંયડા તેમજ દવાઓ સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી.

ડીસ્પેચ સેન્ટરો પરથી મતદાર સ્ટાફને ઇ.વી.એમ., વીવીપેટ સહિતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો ખાતે પહોંચી જશે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ વખતે મહિલા સશક્તિકરણને ધ્યાને લઇને દાહોદમાં સખી મતદાન મથક પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સખી મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તથા મોડેલ, pwd અને યુવા મતદાન મથક માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,, જિલ્લા પોલીસ વડાશ્રી રાજદીપસિંહ ઝાલા, દેવગઢ બારીયા મદદનીશ ચૂંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ, ગરબાડા મદદનીશ ચૂંટણી અધિકારી મિતેષ વસાવા, લીમખેડા મદદનીશ ચૂંટણી અધિકારી ભવ્ય નિનામા, ફતેપુરા મદદનીશ ચૂંટણી અધિકારી રાઠવા, ઝાલોદ મદદનીશ ચૂંટણી અધિકારી ભાટિયા, સંતરામપુર મદદનીશ ચૂંટણી અધિકારી સી. વી. પટેલ, મામલતદાર સમીર પટેલ તેમજ મામલતદાર આર. કે. મોદી ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.