જુનિયર કર્લાકની પરિક્ષાની રદ થતા પરિક્ષાર્થીઓમાં નિરાશા,લુણાવાડા બસ સ્ટેશન પર સરકાર સામે કરાયા સુત્રોચ્ચાર - At This Time

જુનિયર કર્લાકની પરિક્ષાની રદ થતા પરિક્ષાર્થીઓમાં નિરાશા,લુણાવાડા બસ સ્ટેશન પર સરકાર સામે કરાયા સુત્રોચ્ચાર


ગુજરાત પંયાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે લેવાનારી જુનિયર ક્લાર્કનું પેપર ફુટતા આજે ગુજરાતના લાખો પરિક્ષાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. આજે 11 વાગે પરિક્ષા લેવાય એ પહેલા જ પરિક્ષા કેન્સલ થયાની જાહેરાત થઈ હતી.મહીસાગર જીલ્લામાં પણ લાખો પરિક્ષાર્થીઓ પેપર આપવાના હતા. પણ જાણે તેમની કિસ્મત ફુટી ગઈ હતા. લુણાવાડા ખાતે પરીક્ષા આપવા જનારા અને અન્ય જીલ્લામાથી લુણાવાડા શહેરમા પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમા ભારે નારાજગી જોવા મળી રહી હતી,મામલો એટલો બંધો તંગ બની ગયો હતો. કે પરિક્ષાર્થીઓ એસ.ટી.બસના ગેટ પાસે બેસી જતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એટલુ જ નહી પરિક્ષાર્થીઓને ભાજપ સરકાર સામે વિરોધના પણ નારા લગાવ્યા હતા. આજે લેવાનારી જુનિર કલાર્કની પરિક્ષા રદ થતા લુણાવાડામા પણ પરિક્ષાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી.પરિક્ષાના સેન્ટરો અન્ય જીલ્લામાં હોવાથી લુણાવાડા એસ.ટી બસ સ્ટેશન ખાતે પણ મોટી પરિક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી હતી. પણ જ્યારે પરિક્ષા રદ થઈ તેવુ જાણ થતા જ પરિક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બસ સ્ટેશન પર ચક્કાજામનો માહોલ જોવા મળ્યો હતો. અને સરકાર સામે સુત્રોચ્ચાર બોલાવ્યા હતા,એક બાજુ કેટલાક પરિક્ષાર્થીઓ રડી પડયા હતા.લુણાવાડા બસ સ્ટેશન પર પરીસ્થતિ એટલી બંધી તંગ થઈ ગઈ હતી, લુણાવાડા પોલીસની ટીમો પહોચી ગઈ હતી, અને પરિક્ષાર્થીઓને સમજાવતી હતી. પણ પરિક્ષાર્થી ઓ એસ.ટી બસ સ્ટેશનના ગેટ આગળ બેસીને વિરોધ કર્યો હતો. એક બાજુ બીજા જીલ્લાથી પરિક્ષા આપવા આવેલા પરિક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.