ધંધુકા ભા.જ.પા યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા ભા.જ.પા યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.


અમદાવાદ જિલ્લાના ધંધુકા ભા.જ.પા યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

રક્તદાન શિબિર યોજાયો ધારાસભ્ય કાળુભાઈ ડાભીના કાર્યાલયને જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી એ ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ જિલ્લા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના આદેશના પગલે ધંધુકા તાલુકા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતી અંતર્ગત રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અનન્વયે ધારાસભ્ય કાળુભાઈ ડાભી રક્ત તુલા કરવામાં આવી હતી.

ધારાસભ્ય કાળુભાઈ ડાભી ધંધુકા 59 વિધાનસભાના જનસેવા કાર્યાલય શરણમ કોમ્પ્લેક્સ કોલેજ રોડ ધંધુકાનું અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું 59 ધંધુકા વિધાનસભા વિસ્તારના ધંધુકા ધોલેરા અને બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા તાલુકાના નાગરિકો માટે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીનું ધંધુકા ખાતેનું જનસેવા કાર્યાલય નિયમિત સેવા આપશે જે માટે જરૂરી સ્ટાફ અને કોમ્પ્યુટર સાથે કાર્યાલય નું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ જણાવ્યું હતું .

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઢગલાબંધ આગેવાનો હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ધંધુકા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રસિંહ ચુડાસમા શહેર પ્રમુખ રમેશ ચૌહાણ મયુરસિંહ ચુડાસમા તુષાર પરમાર યુવરાજસિંહ ગોહિલ શહેર યુવા મોરચા પ્રમુખ બાબુભાઈ ગમારા મહામંત્રી મહેશભાઈ ઉપપ્રમુખ કાળુભાઈ યુવા મોરચો ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા જયદીપસિંહ તાલુકા યુવા મોરચો પ્રમુખ ગીરીશભાઈ ભાલ નળકાંઠા સંઘના ચેરમેન ભુપતસિંહ ચુડાસમા ધંધુકા નગરપાલિકાના પ્રમુખ હર્ષદ ચાવડા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભદુભાઇ તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના નિલેશ બગડીયા સહિતના ઓ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

59 ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના કાર્યાલયને અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી એ ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં ભીમનાથ મહાદેવના મહંત અને મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય આસુતોષગીરી બાપુ તથા સાળંગપુર હનુમાનજી મંદિરના પરમ પૂજ્ય આર્યન ભગત આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય લાલજી મેર (દાદા) અગ્રણી કેતનસિંહ ચાવડા સહદેવસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપરાંત ધોલેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાગરભાઈ સોલંકી પાંચીના ઠાકરશીભાઈ ભડભીડીયા પ્રકાશ રામી ઉપરાંત ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર તાલુકા માંથી ચૂંટાયેલા પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરો એ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.