ક્લાઈમેટ ચેન્જ, હીટવેવથી પાકને બચાવવા કેલેન્ડરમાં ફેરફાર જરૂરી - At This Time

ક્લાઈમેટ ચેન્જ, હીટવેવથી પાકને બચાવવા કેલેન્ડરમાં ફેરફાર જરૂરી


નવી દિલ્હી, તા.૨૩ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં મોસમની પેટર્નમાં પરિવર્તન જોવા મળી રહ્યું હોવાનું અને તેની અસર પાકના ઉત્પાદનો પર પડી રહી હોવાનો વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પાકના કેલેન્ડરમાં ફેરફાર કરવાની ભલામણ પણ કરી છે.જળવાયુ પરિવર્તન અંગે ચીન અને યુરોપના વૈજ્ઞાાનિકોના એક અભ્યાસમાં જણાવાયું છે કે ભારત અને બાંગ્લાદેશમાં મુખ્યરૂપે ઘઉં અને ડાંગરના પાક પર મોસમમાં પરિવર્તનની અસર ઘટાડવા માટે પાકના વાવેતર અને કાપણીના સમયમાં ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. વૈજ્ઞાનિકો મુજબ બધા જ પાક માટે હવામાનમાં થયેલા પરિવર્તનને ધ્યાનમાં રાખતા ક્રોપ કેલેન્ડરમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.સાયન્સ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ચીન, ઓસ્ટ્રેલિયા અને સ્લોવેકિયાના કેટલાક વૈજ્ઞાનિકોના એક સંયુક્ત અભ્યાસ મુજબ જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખતા ખરીફ અને રવી પાકનું વાવેતર અને કાપણીના સમયમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ખરીફ પાક ખાસ કરીને ડાંગર અને રવી પાકનું સમય પહેલાં વાવેતર કરવાથી પાણીની જરૂરિયાત ઘટશે અને ઉત્પાદન વધશે. વધુમાં ખરીફ અને રવી પાક વચ્ચે થોડુંક અંતર રાખવાથી બદલાતા હવામાનની પાક પર અસર ઘટી શકશે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૮૦ સુધી ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનમાં મોટાપાયે પરિવર્તન જોવા મળશે. ગરમી વધવા અને ઠંડી ઘટવાની સાથે અચાનક પડતા વરસાદથી પાક પર ઘણી અસર પડી શકે છે. એવામાં ખરીફના હવામાનમાં ઘઉંનું વહેલા વાવેતર કરતાં ચોમાસાના વરસાદનો લાભ મળશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.