મધ્યપ્રદેશમાં વરરાજો બુલડોઝર પર સવાર થઈને પરણવા પહોંચ્યો - At This Time

મધ્યપ્રદેશમાં વરરાજો બુલડોઝર પર સવાર થઈને પરણવા પહોંચ્યો


મધ્યપ્રદેશમાં એક વરરાજો બુલડોઝરમાં બેસીને લગ્નમંડપમાં પહોંચ્યો હતો. એ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વરરાજાની સાથે બુલડોઝરમાં તેની બહેનો અને  ભાણિયા-ભત્રીજા પણ બુલડોઝરમાં સવાર થયા હતા.મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ઝાલર ગામનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. એ ગામનો એન્જિનિયર અંકુશ જયસ્વાલ પરણવા પહોંચ્યો ત્યારે એ બુલડોઝર પર સવાર થયો હતો. બુલડોઝર ઘણાં રાજ્યોમાં આજકાલ ડિમોલેશન માટે ચર્ચાસ્પદ બન્યું છે, પરંતુ મધ્યપ્રદેશના આ વિસ્તારમાં બુલડોઝરને ભારે ચીવટથી શણગારવામાં આવ્યું હતું. એ બુલડોઝરમાં વરરાજો લગ્નમંડપમાં પહોંચ્યો હતો.દુલ્હાની સાથે તેની બે બહેનો, ભાણિયા-ભત્રીજા પણ બુલડોઝરમાં બેસેલા જોઈ શકાતા હતા. અંકુશ જયસ્વાલે કહ્યું હતું કે એ પ્રોફેશનથી એ એક સિવિલ એન્જિનિયર છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં એ કાર્યરત છે અને દરરોજ બુલડોઝર સહિતના બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગી મશીનો સાથે કામ પાર પાડવાનું છે. બુલડોઝર તેની નોકરીનું હિસ્સો છે એટલે બુલડોઝર પર બેસીને લગ્નમંડપમાં પહોંચવાનું પસંદ કર્યું હતું.બુલડોઝરને ખાસ પ્રકારે શણગારવામાં આવ્યું હતું. ઉપર રંગીન છત્રી ગોઠવવામાં આવી હતી. આ જાન નીકળી એ સાથે જ અસંખ્ય લોકોએ તેનો વિડિયો ઉતાર્યો હતો અને એ વિડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.