ગોધરા ૧૮૧ મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી, દસ મહિનાની બાળકીનું માતા સાથે કરાવ્યું સુખદ મિલન ‌‌ - At This Time

ગોધરા ૧૮૧ મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી, દસ મહિનાની બાળકીનું માતા સાથે કરાવ્યું સુખદ મિલન ‌‌


ગોધરા

સમગ્ર રાજ્યમાં મહિલા અભયમની ટીમ દ્વારા મહિલાઓની સહાય અને સુરક્ષા સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે ગોધરા ૧૮૧ માહિલા હેલ્પલાઈન પર ગોધરા ગ્રામ્ય વિસ્તારમાંથી ફોન આવેલ કે તેમની બાળકીને સાસરીવાળા આપતા નથી.છેલ્લા આઠ દિવસથી બાળકી તેની માતાથી અલગ કરવામાં આવી હતી. આ માટે મહિલાએ પોતાની બાળકોને પાછી મેળવવા માટે ૧૮૧ ટીમનો સંપર્ક કર્યો હતો.
આ ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરાયું હતું. કાઉન્સેલીગ કરતા પીડિત મહિલાએ જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ તેમના લગ્ન થયેલા છે અને સંતાનમાં દસ મહિનાની બાળકી છે.મહિલાના પતિ દ્વારા તેમના પર અવારનવાર ચારિત્ર્ય પર શંકાના કારણે બોલચાલી થતા પતિ એ પત્નીને પિયેર જતા રહેવાનું કહ્યું હતું તથા બાળકી લઈ લીધેલ હતી. આ સાથે સમાજના આગેવાનો દ્વારા ગોધરા પોલીસ બેઈજ સ્પોટ સેન્ટર પર ગયા હતા અને અરજી આપી હતી પરંતુ તેમના પતિ બાળકીને આપવા આવેલ નહીં જેથી પીડિત બહેન દ્વારા મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ગોધરા ૧૮૧ ટીમ દ્વારા સાસરીયા પક્ષનું કાઉન્સિલીગ કરી બંને પક્ષને કાયદાકીય માર્ગદર્શન આપીને સમજાવતા સાસરીયા પક્ષ બાળકી આપવા માટે સહમત થતાં બંને પક્ષને રાજી ખુશીથી લેખિતમાં સહમતિથી દસ મહિનાની બાળકી તેમની માતાને સોંપી હતી હતી અને પરિવારનું સુખદ મિલન થયું હતું તેમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર એક અખબારી યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.