નવસારી જિલ્લાના વાસદા ના ધારાસભ્ય પર થયેલા હુમલા ના વિરોધ માં આવેદનપત્ર આપ્યું - At This Time

નવસારી જિલ્લાના વાસદા ના ધારાસભ્ય પર થયેલા હુમલા ના વિરોધ માં આવેદનપત્ર આપ્યું


નવસારી જિલ્લાના વાસદા ના ધારાસભ્ય પર થયેલા હુમલા ના વિરોધ માં આવેદનપત્ર આપ્યું

કોંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય
અનંત પટેલ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્રારા કરવામાં આવેલ હુમલાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટીના હાય હાય ના નારા સાથે આજે બોટાદ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું . અધિક કલેકટરને રજૂઆત સાથે હુમલાને સખત શબ્દોમાં કોંગ્રેસના આગેવાનો દ્રારા વખોડવામાં આવી અને હુમલો કરનારને ઝડપથી ઝડપી તમામને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી .

બોટાદ જિલ્લાના કોંગ્રેસ દ્વારા રમેશભાઈ મેરની અધ્યક્ષ સ્થાને નવસારી વાસંદા ના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ હુમલો ભારતીય જનતા પક્ષ ના ઈશારા થી કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રમેશભાઈ સીલુ તેમજ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર તેમજ અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.