અમદાવાદ ખાતે માઈનોરીટી કો-ઓડિનેશન કમિટી (MCC) ની મિટિંગ યોજાઈ - At This Time

અમદાવાદ ખાતે માઈનોરીટી કો-ઓડિનેશન કમિટી (MCC) ની મિટિંગ યોજાઈ


આજ રોજ અમદાવાદ ખાતે માઈનોરીટી કો-ઓડિનેશન કમિટી (MCC) ની મિટિંગ રાખી હતી, જેમાં ગુજરાતનાં અલગ અલગ જિલ્લાના 70 જેટલા આગેવાનોએ હાજર રહ્યા હતા , તેમાં જિલ્લાના આગેવાનો દ્વારા તેના જિલ્લાઓમાં માઈનોરીટીના લોકો પર થયેલ અત્યાચાર વિષે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ MCC દ્વારા આવનારા સમયમાં ગુજરાતનાં લઘુમતી સમુદાયનાના લોકો સામે થયેલ અત્યાચારો રોકવા માટે શું કરવું જોઈએ ?અને આપણાં દેશના બંધારણ પ્રમાણે આપણાં અધિકારો રક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ ૨૦૨૨ ના વર્ષમાં ગુજરાતમાં થયેલ તારીખો પ્રમાણે થયેલ હુમલાઓ નો રિપોર્ટ “ ” રિલીજ કરાયું, જેમાં વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થાનો દરગાહ, મસ્જિદ કે વ્યક્તિગત હુમલાઓ થઈ તેને રિપોર્ટમાં આવરી લેવામાં આવેલ હતી વર્ષ ૨૦૨૨ માં લઘુમતીઓ ઉપર 55 હુમલાની ઘટનાઓ થયેલ છે, આવતા વર્ષમાં પણ આ રિપોર્ટ જારી કરવામાં આવશે એવું મુજાહીદ નફીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટ બાય
અસરફ જાંગડ , બોટાદ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.