આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં બીજેપી વિરુદ્ધ પ્રચાર જોર શોરથી ચાલુ કર્યો ,કહ્યું: (BJP)બુરેકો જાના પડેગા - At This Time

આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં બીજેપી વિરુદ્ધ પ્રચાર જોર શોરથી ચાલુ કર્યો ,કહ્યું: (BJP)બુરેકો જાના પડેગા


જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે વાકયુદ્ધ અને સોશિયલ મીડિયા પર એક બીજા પર કટાક્ષ ચાલુ થઈ ગયા છે.આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પુર જોશમાં ગુજરાત ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે યોજાતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ આ રેસમાં હોય જ નહીં તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે અને બીજેપી અને આમ આદમી પાર્ટી પણ કહી રહ્યા છે કે આ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી બીજેપી વિરુદ્ધ આમ આદમી પાર્ટીની છે જેમાં કોંગ્રેસ કોઈ જ રેસમાં નથી. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પર પૂરી તાકાતથી ચૂંટણી પ્રચાર કરી રહી છે.સોશિયલ મીડિયા મારફતે આમ આદમી પાર્ટી નો મતલબ એવો બતાવ્યો છેકે AAP નો મતલબ અચ્છે કો આના પડેગા( A- અચ્છેકો, A-આના ,P-પડેગા) જ્યારે BJP નો મતલબ (B- બુરેકો, J-જાના ,P- પડેગા)બુરેકો જાના પડેગા.AAP આ વખતની ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર પ્રસાર કરી રહી છે અને લોકો સુધી પહોચવાનો પ્રયાસ કરી છે.બીજેપી માટે આ વખતની ચૂંટણી સૌથી મોટો પડકાર ગણવામાં આવી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.