બનાસકાંઠા ના શક્તિપીઠ અંબાજી માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ...હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

બનાસકાંઠા ના શક્તિપીઠ અંબાજી માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ…હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી


બનાસકાંઠા ના શક્તિપીઠ અંબાજી માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ...હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

નન્દ કે ઘર આનન્દ ભયો, જય કનેયા લાલ કી, આજે સમગ્ર દેશ માં કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી ધૂમધામ થી મનાવા માં આવી રહી છે. દર વર્ષ ની જેમ શક્તિપીઠ અંબાજી માં આજે કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી ધૂમધામ થી મનાવા માં આવી .

અંબાજી ના રાધાકૃષ્ણ મંદિર ને આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે વિષેશ શણગાર કરાયો હતો. અંબાજી ના રાધે કૃષ્ણ મંદિર માં કૃષ્ણ ની આરતી કર્યા બાદ ભગવાન કૃષ્ણ ની ભવ્ય શોભયાત્રા કાઢવા માં આવી. અંબાજી ના વિવિધ માર્ગે લોકો દ્વારા દહીં હાડી ની મટકી બાંધવા માં આવી હતી. રાધે કૃષ્ણ મંદિર થી નીકળી ભવ્ય શોભાયાત્રા માં હજારો ની સંખ્યા માં કૃષ્ણ ભક્ત જોડાયા હતા. અને અંબાજી ના વિવિધ માર્ગો પર બાંધેલી મટકી ને અંબાજી ના યુવાનો દ્વારા ફોડવા માં આવી હતી. ઠોળ નગડા અને નાચ ગાના સાથે લોકો હાથી ઘોડા પાલકી જય કન્યાલાલ કી ના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મ નગરી અંબાજી ના તમામ માર્ગો ભક્તિમય માહૌલ માં જોવા મળ્યા હતાં .

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.