રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ દ્રારા યોગીધામ સમઢિયાળા નં -1 ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો. - At This Time

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ દ્રારા યોગીધામ સમઢિયાળા નં -1 ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો.


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ દ્રારા યોગીધામ સમઢિયાળા નં -1 ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો.

ભવ્ય ભારતનાં આર્ય સંન્યાસી અને સમગ્ર વિશ્વમાં ભારતિય સંસ્કૃતિનો ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદ અને દેશ માટે પોતાનું બલિદાન આપી આજે પણ લોકો હ્દયમાં અમરત્વ પામનાર ક્રાંતિકારી નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી નિમિત્તે બંને મહાનુભાવોના આદર્શ જીવન વિચારો થકી શિક્ષણમા ઉતમકાર્યની પ્રેરણા અને વિચારશક્તિ મળે તે હેતુથી યોગીધામ સમઢિયાળા નં. 1 ના નિર્મળસ્વામીના આશીર્વાદ સાથે " કર્તવ્યબોધ કાર્યક્રમ" ઉત્તમ રીતે સંપન્ન થયો
આ યાદગાર અને ઉત્તમ ઉપક્રમમાં સાધનાધામ અને ઐતિહાસિક વિરાસતને સાચવતી પાવન ધરા એવાં નવહથ્થા હનુમાનજી મંદીર હરણકુઈ બોટાદના નિર્મળાનંદ બાપુ સાથે આ રુડાં ઉપક્રમે બોટાદનું અણમોલ રત્ન અને અનેક એવોર્ડ થકી સમગ્ર શિક્ષણ અને શિક્ષક સમાજનું ગૌરવ બનેલા શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વક્તા, લેખક, કવિ, કોલમિષ્ટ, શ્રેષ્ઠ એન્કર, મોટીવેશનલ સ્પીકર, સાહિત્યકાર, કેળવણીકાર, અને ઈનોવેટિવ શિક્ષક એવાં પ્રવીણ ખાચરને મુખ્ય વક્તા તરીકે આમંત્રણ મળ્યું અને આદર સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતમાતાના મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કરનાર જનકભાઇ સાબવા- અધ્યક્ષશ્રી અને બિપીનભાઇ ખંભાળીયા-સંગઠન મંત્રી અને ચારેય તાલુકાના હોદેદારોઓની ઉપસ્થિતીમા રુડાં દિપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવ્યો કાર્યક્રમ અન્વયે પ્રેરક પ્રવચનમાં ઉત્તમ શિક્ષણ, સંસ્કૃતિ,સભ્યતા, સંસ્કાર, ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રના ઘડતરમાં એક શિક્ષક કેવી ભૂમિકા ભજવી શકે એવાં સુંદર વિષય સાથે પ્રવીણભાઈ ખાચર દ્વારા પોતાની આગવી શૈલીમાં સૌને મંત્રમુગ્ધ કરતું અને કર્તવ્ય બોધને ચરિતાર્થ કરતું મનનિય પ્રવચન આપ્યું હતું.
આ સાથે પર‌મ આદરણીય અને એક સાદગીપૂર્ણ સંત પૂજ્ય નિર્મળાનંદ બાપુએ પોતાની આગવી શૈલીમાં શિક્ષણ, શિક્ષક અને સંતની ભૂમિકા સાથે કર્તવ્ય પરાયણતાનુ દિવ્ય દર્શન કરાવી કર્તવ્ય બોધ કાર્યક્રમમાં આવવાનો રાજીપો વ્યક્ત કરી રુડાં આશીર્વાદ આપ્યા હતાં
સૌથી વધારે આનંદ અને ગૌરવ થયું કે રાજ્ય કક્ષાએ બોટાદને ગૌરવ અપાવનારા કલા વાહકો મોટે ભાગે કલા ઉત્સવ પૂર્ણ થતાં બધે વિસરાઈ જતાં જોયા છે પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધનાં કર્તવ્ય બોધ કાર્યક્રમમાં આ રાજ્ય કક્ષાએ સમગ્ર જિલ્લા અને રાજ્યનુ ગૌરવ બનેલા કવિતા,ગાયન,ચિત્ર અને વાર્તામાં રાજ્ય કક્ષાએ વિજેતા બનેલ શ્રેષ્ઠ પ્રતિભાશાળી બાળકોને એમનાં વાલીની પ્રેરક ઉપસ્થિતિમાં સુંદર ગીફ્ટ આપી સન્માનીત કરવામા આવ્યા ખરેખર આ માટે સંગઠનની ટીમ અને ભાઈશ્રી જનકભાઈ ને જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે
સમગ્ર કાર્યક્રમની આભારવિધિ રાજુભાઈ કોડિયાતરે કરી તેમજ સમગ્ર કાર્યક્રમનું સુચારું સંચાલન એક સરળ, સેવાભાવી અને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ અને સારા સારસ્વત વિજય વાળાએ કર્યું હતું ચારેય તાલુકાના હોદેદારોઓ, તમામ કારોબારી સભ્યઓ અને જીલ્લાના સારસ્વતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમનાં અંતે સૌએ મીની શાકોત્સવની ઝાંખી કરાવતો પ્રસાદ ગ્રહણ કર્યો હતો

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.