જસદણ તાલુકાના કાળાસર ગામે રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂ ઝડપાયો - At This Time

જસદણ તાલુકાના કાળાસર ગામે રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂ ઝડપાયો


જસદણ તાલુકાના કાળાસર ગામે રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂ ઝડપાયો

રાજકોટ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં જસદણ વિછીંયા બાયપાસ રોડ પાસે આવતા ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે,જસદણ પો.સ્ટે.વિ સ્તારના કાળાસર ગામના લલિત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી રહે.કાળાસર વાળો કોળવા વાડી વિસ્તારમાં પોતાની કબજા ભોગવટાની વાડીમાં પોતે તથા વિશાલ શામજીભાઇ વાસાણી તથા કલ્પેશભાઇ ભનાભાઇ વાસાણી સાથે મળી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે અને દારૂની હેરાફેરી કરે છે તેવી ચોકકસ આધારભુત હકીકત મળતા તુરત પ્રાથમિક પંચનામુ કરી પ્રોહી કલમ-૧૨૦ નો ઠરાવ કરી લઇ ઉપરોકત પોલીસ સ્ટાફ તથા પંચોના માણસો સા થે બે ખા.વા. માં બેસી રવાના થઇ,દેવપરા ગામના પાટીયેથી આગળ જઇ કાળાસર ગામના પાટીયાથી પસાર થઇ, કાળાસર ગામ થઇ,કલાક-૨૨/૩૦ વાગ્યે હકીકત વાળી જગ્યાએ પહોંચી રેઇડ કરતા વાડીની ઉતર દિશાએ પુર્વે બારની ખુલ્લી વાસની એક ઝુંપડી આવેલ હતી જે ઝુંપડીની પુર્વે દિશાએ થોડેદુર જમીનમાં એક મોટો ખાડો આવેલ જેના ઉપર ખડના પુળા નાંખેલ જે ખડના પુળાની આડશ દુર કરી જોતા જેમાં અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ ની પેટીઓ જોવામાં આવતા જેમાં નં.(૧) ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની મેકડોલ્ડ નં .-૧ ફોરસેલ ઇન પંજાબ ઓન્લી લખેલ પકંપની સીલપેક બોટલો નંગ-૫૪૦ (એફ.એસ.એલ તપાસણી અર્થે કબ્જે કરેલ એક બોટલ સહિત) જેમાં એક બોટલની કિ.રૂ.૩૭૫/-લેખે કુલ કિ.રૂ.૨,૦૨,૫૦૦/- ગણી તપાસ અર્થે એલ સી બી એ કબ્જે કરેલ અને (૨) ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની મેકડોલ્ડ નં.-૧ XXX RUM ફોરસેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો નંગ-૧૩૨ (એફ.એસ.એલ તપાસણી અર્થે કબ્જે કરેલ એક બોટલ સહિત) જેમાં એક બોટલની કિ.રૂ.૩૭૫/-લેખે કુલ કિ.રૂ.૪૯,૫૦૦/- ગણી કબ્જે કરેલ.તેમજ નં.(૩) પરપ્રાંતિય કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ ફોરસેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ બીયર ૫૦૦ એમ.એલના ટીન નંગ-૯૬ (એફ.એસ. એલ તપાસણી અર્થે કબ્જે કરેલ એક ટીન સહિત) જેમાં એક બીયર ટીનની કિ.રૂ.૧૦૦/-લેખે કુલ કિ.રૂ.૯,૬૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે.તેમજ નં.(૪) ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનુ ૧૮૦ એમ.એલ.નું રોયલ કલાસિ કે વ્હિસકી પ્રોડકટ ઓફ ઇન્ડીયા લખેલ પાઉચ નંગ- ૧૭૨૮ (એફ.એસ.એલ તપાસણી અર્થે કબ્જે કરેલ એક બોટલ સહિ ત) જેમાં એક પાઉચની કિ.રૂ.૭૦/-લેખે કુલ કિ.રૂ.૧,૨૦,૯૬૦/- ગણી કબ્જે કરેલ તેમજ નં.(૫) ભારતીય બનાવટ ની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનુ ૧૮૦ એમ.એલ.નું રોયલ XXX RUM ફોરસેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ પાઉચ નંગ- ૧૪૪ (એફ.એસ.એલ તપાસણી અર્થે કબ્જે કરેલ એક બોટલ સહિત) જેમાં એક પાઉચની કિ.રૂ.૭૦/-લેખે કુલ કિ.રૂ.૧ ૦,૦૮૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે.તેમજ દારૂના જથ્થાની બાજુમાં એક હીરો હોન્ડા કંપનીનું બ્લેકલરનું X-TREMF મોટર સાયકલ જેના રજી નં- GJ-01-NG-6582 જેના ચેસીસ નં.MBLKC12EEBGJ02960 તે થા એન્જીન નંબર-KC12EDBCJ13142 ના છે.જેની કિ.રૂ.૨૦૦૦૦/-ગણી તપાસ અર્થે એલ.સિ બી કબ્જે કરેલ.

આરોપીઓ લલિત ઉર્ફે સાંગો શામજીભાઇ વાસાણી તથા વિશાલ શામજીભાઇ વાસાણી તથા કલ્પેશભાઇ ભનાભાઇ વાસાણી રહે.ત્રણેય કાળાસર તા.જસદણ જી.રાજકોટ વાળાઓ સાથે મળી પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની અલગ-અલગ બોટલો નંગ-૬૭૨ કિ.રૂ.૨,૫૨૦૦૦/- તથા ૫૦૦ એમ.એલ.ના બીયર ટીન નંગ-૯૬ કિ.રૂ.૯,૬૦૦/-તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો ૧૮૦ એમ.એલ.ના માપના પાઉચ નંગ-૧૮૭૨ કિ.રૂ.૧,૩૧,૦૪૦/-તથા હીરો હોન્ડા કંપનીનું બ્લેકલરનું X-TREMF મોટર સાયકલ જેના રજી નં- GJ-01-NG-6582 કિ.રૂ.૨૦૦૦૦/-વાળામાં દારૂની હેરાફેરી કરી કુલ કિ.રૂ.૪,૧૨,૬૪૦/- ના મુદામાલ રાખી રેઇડ વખતે હાજર નહી મળી આવી પ્રોહી કલમ-૬૫૬૫ઇ,૧૧૬૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબ ગુન્હો કરતા અને રેઇડ દરમીયાન હાજર ન મળતાં પોલીસે આગળની ઝડપી કાયૅવહી હાથ ધરી છે.

Report AT THIS TIME NEWS


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.