સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી-મોડાસાની બાળાઓ સાથે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી તથા વિશ્વ દિકરી દિવસની ઉજવણી - At This Time

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી-મોડાસાની બાળાઓ સાથે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી તથા વિશ્વ દિકરી દિવસની ઉજવણી


તા.૧૨/૦૧/૨૦૨૩ નારોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા સક્સેસ રિસર્ચ ફાઉન્ડેશન સાથે સંકલન કરી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લી-મોડાસાની બાળાઓ સાથે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી તથા વિશ્વ દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, અરવલ્લીની પરવાનગી લઈ સંસ્થામાં આશ્રિત બાળાઓને પેલેટ હોટેલ ખાતે લાવવા લઈ જવાની વ્યવસ્થા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળાઓને પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સક્સેસ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રા. ઉષાબેન રાઠોડ દ્વારા બાળાઓને મોટીવેશનલ સ્પીચ આપી જ્ઞાનવર્ધન પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડૉ. એન.વી.મેણાત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ વી. બિહોલા, સક્સેસ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સનશ્રી પ્રા. ઉષાબેન રાઠોડ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી-અરવલ્લીના સભ્યશ્રી કમળાબેન ડી. પરમાર, વરથું (તા.મોડાસા) સહકારી ડેરીના સેક્રેટરીશ્રી કમલેશભાઈ રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરવલ્લીનો સ્ટાફ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ પૂર્ણ થયે બાળાઓ સાથે સ્વરૂચિ ભોજન લેવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.