લીલાપુર ગામે લાઈટનો લોડ વધારવા માટે અરજીનો આજે 20 મો દિવસ : ભાજપ સરકારમાં જસદણ જી. ઇ.બી. માં લીલાલહેર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gzj8lmrurtrzjntq/" left="-10"]

લીલાપુર ગામે લાઈટનો લોડ વધારવા માટે અરજીનો આજે 20 મો દિવસ : ભાજપ સરકારમાં જસદણ જી. ઇ.બી. માં લીલાલહેર


લીલાપુર ગામે લાઈટનો લોડ વધારવા માટે અરજીનો આજે 20 મો દિવસ : ભાજપ સરકારમાં જસદણ જી. ઇ.બી. માં લીલાલહેર

જસદણ તાલુકાના લીલાપુર ગામે અનેક મહિનાઓથી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે ત્યારે લીલાપુર ગામના આ વિસ્તારના નાગરિકોએ જસદણ પીજીવીસીએલમાં લાઈટનો લોડ વધારવા માટે મે મહિનાની 31 તારીખે જસદણ પીજીવીસીએલમાં અરજી આપેલી હતી આજે અરજીનો 20 મો દિવસ ચાલી રહ્યો છે. શરમજનક બાબત કહેવાય કે જસદણ પંથકમાં લાઈટ જેવા પ્રશ્નો માં જસદણ પીજીવીસીએલ અરજીનો નિકાલ કરવા 20 20 દિવસ કરી રહી છે અને આ અરજીનો નિકાલ નથી કરી શકતા ત્યારે લીલાપુર ગામના રહીશો નો રોશ ભભૂકી ઉઠયો છે આ વિસ્તારના લોકોની માંગ છે કે સરકારી કચેરીઓમાં ટાઈમે અરજીનો નિકાલ નથી કરી શકતા તે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને સરકારના નિયમો મુજબ અને તાત્કાલિક ધોરણે અરજીનો નિકાલ કરી શકે તેવા નિયમિત કર્મચારીઓની ભરતી કરવામાં આવે.આ લાઈટ નો પ્રશ્ન નો કંકાસ વીંછિયા પંથકમાં પણ થઈ રહ્યો છે એ વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારા વિછીયા પંથકમાં હાલતા ચાલતા લાઈટ જતી રહે છે રોજે કચેરી ખાતે સંપર્ક કરવાંથી સબ સ્ટશનમાં કામ ચાલુ છે, ડિયા પડી ગયા છે, કામ ચાલુ છે, હમણાં જ લાઈટ આવે છે તેવા જવાબો મળે છે, અને ક્યારેક ક્યારેક વિછીયા પીજીવીસીએલ કચેરીમાં ફરિયાદ લખાવવા માટે ના ફોનમાં કોઈ કર્મચારી ફોન ઉપાડતા નથી.જેવા અનેક પ્રશ્નો વીંછિયા પંથકમાં એટ ધીસ ટાઇમ ન્યુઝ મીડિયા ઓફિસમાં કોલ કરી જણાવેલ હતા. હાલની ભાજપ સરકાર દ્વારા 24 કલાક ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે તેવી મોટી વાતું નાં બણગા ફૂકી રહી હોય તેવું જસદણ વીંછિયા પંથકમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Report Rasik visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]