ગારિયાધાર તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન - ૨૦૨૩ -૨૦૨૪ માં ભાગ લેનાર તમામ બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. - At This Time

ગારિયાધાર તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – ૨૦૨૩ -૨૦૨૪ માં ભાગ લેનાર તમામ બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


ગારિયાધાર તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન - ૨૦૨૩ -૨૦૨૪ માં ભાગ લેનાર તમામ બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ભાવનગર પ્રેરિત ગારિયાધાર તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- ૨૦૨૩ નું શ્રી પાંચટોબરા કે.વ.શાળા ખાતે બી.આર.સી.કો.ઓ. શ્રી ગિરિરાજસિંહ ગોહિલ તથા બી.આર.સી.ભવન પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો એ ભાગ લીધો હતો.
તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- ૨૦૨૩ માં ભાગ લેનાર તમામ બાળકોને પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી એ સ્વખર્ચે સન્માનપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ગારિયાધાર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માં રહેલી વિશિષ્ટ શક્તિ ઓ બહાર આવે અને બાળકો વિજ્ઞાનક્ષેત્રમાં આગળ વધી પોતાનું અને તાલુકાનું નામ રોશન કરે તેવા ઉમદા ભાવ સાથે શ્રી પરેશકુમાર હિરાણી દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું.
પરેશકુમાર હિરાણી નાં આ સરાહનીય કાર્ય બદલ બી.આર.સી.કો.ઓ. ગિરિરાજસિંહ ગોહિલ તથા સી.આર.સી.કો.ઓ. મુકેશભાઈ પરમાર અને સમગ્ર ગારિયાધાર તાલુકા શિક્ષક અને શિક્ષણ પરિવાર દ્વારા પરેશકુમાર હિરાણી ને અભિનંદન પાઠવવામાં આવ્યા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.