બાલાસિનોર ભાથલા ગામે ચાર નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર ભાથલા ગામે ચાર નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


બાલાસિનોર ભાથલા ગામે ચાર નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બાલાસિનોર તાલુકાના ભાથલા ગામે નવીન ચાર ઓરડાનું ખાતમુહૂર્ત મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકીના હસ્તે કરવામાં આવ્યું

તાલુકાના ભાથલા ગામે પે સેન્ટર પ્રાથમિક શાળા ભાથલા ખાતે નવીન ચાર ઓરડાનું ખાતમુહૂર્ત ગામના સરપંચ જશવંતસિંહ સોલંકી ની રાહબારી હેઠળ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી તેમજ બાલાસિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી તખીબેન કાળુસિંહ સોલંકીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં પે.સેન્ટર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષક ગણ તેમજ તાલુકા પંચાયતના સદસ્યાના પ્રતિનિધિ શ્રી ભવનસિંહ ડેપ્યુટી સરપંચ શ્રી મહેન્દ્રસિંહ તેમજ ગામના વડીલો ગામજનો ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.