મહિસાગર જિલ્લાના મલેકપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા નીકળી - At This Time

મહિસાગર જિલ્લાના મલેકપુર ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા નીકળી


વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજ રોજ મલેકપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન બારીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્‍લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે સમગ્ર રાજયમા ૫ મી જુલાઇથી મહીસાગર જિલ્‍લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રાનો” શુભારંભ થયો હતો.
   આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવનાબેન બારીયા એ જણાવ્યુ કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તા.૧૯મી જુલાઇ સુધીમાં મહીસાગર જિલ્‍લાના સર્વાંગી વિકાસને વેગ આપવા અનેક વિધ વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહુર્ત થવાના છે. એટલું જ નહીં પરંતુ સરકારશ્રીના વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભો સીધા જ લાભાર્થીઓને આપવામાં આવશે. 
મહીસાગર જિલ્‍લા પંચાયતની તમામ સીટો અને ત્રણેય નગરપાલિકા વિસ્‍તારમાં આ વંદે ગુજરાત વિકાસ યાત્રા બે રથના માધ્‍યમથી ફરશે. જે દરમિયાન સરકારશ્રીના વિવિધ વિભાગો હસ્‍તકના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મલેકપુર ગામમાં નવરાત્રી ચોકમાં પેવર બ્લોકનુ કામ, મલેકપુર ખાંટ ફળીયા રસ્તાનું સી.સી.કામ,નુ લોકાપૅણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને મલેકપુર ડામર રોડથી દોલતપુરા ગામ તરફ જતાં સી.સી રોડનુ ખાતમુહૂત કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વિવિધ લાભો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પછી મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાલ અધિકારીશ્રી આર.બી.ચૌધરી, સરપંચશ્રી ધ્રુવિન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, મલેકપુર પંચાયતના તલાટીશ્રી, શાળાના આચાર્યશ્રી, વિધાથીઓ અને મોટી સખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.