ખાણ-ખનીજના અધિકારીઓને ચૂંટણીમાં ફરજ સોંપાતા બેફામ ખનીજચોરી એક સાથે ચાર ટ્રક પકડાતા માફિયાઓમાં સોપો - At This Time

ખાણ-ખનીજના અધિકારીઓને ચૂંટણીમાં ફરજ સોંપાતા બેફામ ખનીજચોરી એક સાથે ચાર ટ્રક પકડાતા માફિયાઓમાં સોપો


આચારસંહિતા લાગુ થતાં જ સૌથી પહેલા ઓવરલોડ ભરવાનું ચાલુ કર્યું, રોકટોક ન દેખાતા ધોળા દિવસે ખનીજચોરી જ શરૂ કરી

રાજકોટ શહેરમાં ખનીજચોરો બેફામ છે અને તેમાં પણ ચૂંટણી આવતા જ જાણે રાજકોટમાં ખનીજ મફત મળતું હોય અને રેઢુંપટ પડ્યું હોય તેવું માનીને ખનીજચોરોએ રીતસરની લૂંટ ચલાવી હતી. જોકે મતદાનના કલાકો પહેલા જ્યારે તંત્ર ઊંધા માથે જ હોય છે તેવા સમયે એકસાથે 4 ટ્રક બ્લેકટ્રેપ જેવા કિંમતી ખનીજ સાથે પકડી પાડતા ખનીજ માફિયાઓમાં સોપો પડી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.