શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૬૩ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. - At This Time

શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૬૩ માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

કેમેરા મેન : મુકેશ વસાવા, નેત્રંગ

નેત્રંગ તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં પશુપાલકો-દુધ ઉત્પાદકો માટે શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવડ આશીર્વાદરૂપ છે. શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની સ્થાપના તા.૩૧/૦૧/૧૯૬૨માં કરવામાં આવી હતી.

ત્યારે આ મંડળીના ૬૩ માં સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી. આ તબ્બકે મંડળી નાં સ્થાપકો ગોકળભાઈ કરસનજી દેસાઈ – ચીખલી, ગોવિંદભાઇ મકનજી ભક્ત-વાઘણદેવી અને રમણભાઈ નરસિંહભાઈ પટેલ- ચાસવડને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ મંડળીનાં ભૂમિદાતા ધીરુભાઈ મોરારભાઈ ભક્ત- ચાસવડને પણ યાદ કર્યા હતા.

તેમજ સ્વાગત પ્રવચન-મંડળી પ્રમુખ કવિભાઈ કે. વસાવા દ્વારા કરવાના આવ્યું હતું. તેમજ મોટીવેશન સ્પીચ (પ્રેરણા ભાષણ) દેવરાજભાઈ ચૌધરી, સુરત (વિષય -પરિવાર નો મંત્ર "સહકાર થી સમૃદ્ધી") આપવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાન એડવોકેટ દિનેશભાઇ પટેલ ઉસ્થિત રહ્યા હતા. મહેમાન સંજયભાઈ ભગત-સેવડ દ્વારા મોટીવેશન સ્પીચ માંથી બોધપાઠ લઈ પશુપાલન વ્યવસાય થકી આર્થિક રીતે સમૃદ્ધ થવું અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ૬૫૭ સભા સભાસદો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.