જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે જુન મહિનાથી બ્રહ્મષિઁ સંસ્થાન સંસ્કૃત પાઠશાળામા વિદ્યાર્થીઓને વિના મુલ્યે અભ્યાસ કરાવવામા આવશે - At This Time

જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે જુન મહિનાથી બ્રહ્મષિઁ સંસ્થાન સંસ્કૃત પાઠશાળામા વિદ્યાર્થીઓને વિના મુલ્યે અભ્યાસ કરાવવામા આવશે


જસદણ તાલુકાના પ્રતાપપુર ખાતે જુન મહિનાથી બ્રહ્મષિઁ સંસ્થાન સંસ્કૃત પાઠશાળામા વિદ્યાર્થીઓને વિના મુલ્યે અભ્યાસ કરાવવામા આવશે

જસદણ તાલુકાના પ્રતાપપુર (નવાગામ) ખાતે બ્રહ્મષિઁ સંસ્થાન સંસ્કૃત શક્તિ ગુરુકુલ સરકાર દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે ત્યારે સરકાર માન્ય ધોરણ 6 ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે અને આવતા જુન 2024 થી રાબેતા મુજબ કાયઁરત થશે અને વિદ્યાર્થીઓને કમઁકાંડનો અભ્યાસ કરવો હોય તેને રહેવા, જમવાની વ્યવસ્થા ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામા આવશે અને ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને કમઁકાંડનો અભ્યાસ કરવો હોય તેને પણ રહેવા જમવાની ટ્રસ્ટ દ્રારા વ્યવસ્થા કરવામા આવશે અને ખાસ કે આ બ્રહ્મર્ષિ સંસ્થાનમાં અભ્યાસ કરતાની સાથે સંસ્કૃતિનુ પણ સિંચન થાય અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા શુભ હેતુથી આ બ્રહ્મર્ષિ સંસ્થાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ આવા સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશથી આ બ્રહ્મર્ષિ સંસ્કાર સંસ્કૃતિ પાઠશાળાની મંજુરીની મહોર મળી છે અને આ બ્રહ્મષિઁ સંસ્થાનમા યજ્ઞશાળા પણ આવેલ છે ત્યારે આ બ્રહ્મર્ષિ સંસ્થાનના જ વિદ્યાર્થીઓ દ્રારા યજ્ઞ કાર્ય કરવામાં આવશે તો સંસ્કૃતીનુ સીચન કરતી આ શાળામા ધોરણ 6 મા અભ્યાસ જેમને કરવો હોય તે બ્રહ્મષિ સંસ્થાન નવાગામ અને ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવો અને આપના બાળકોને વિના મુલ્ય ઉતમ શિક્ષણ મળશે તેવુ બ્રહ્મષિ સંસ્થાનના ટ્રસ્ટીઓ જણાવ્યું હતું અને આ બ્રહ્મર્ષિ સંસ્થાનમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આશીષભાઇ ભટ્ટ પ્રતાપપુર તેમજ ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ચેતનભાઇ પંચોલી આટકોટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી પંકજભાઈ ચાવ જસદણનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.