બોટાદમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gnbtt5otmjx3yhmu/" left="-10"]

બોટાદમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી


બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત આજે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લાધો હતો.

લોકશાહીને ધબકતી રાખવા માટે વધુમાં વધુ મતદાન ખૂબ જ જરૂરી હોવાથી વિધાનસભા ચૂંટણી-2022માં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોની સાથે સાથે હાલમાં પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જે અન્વયે ચૂંટણી ફરજ પર રોકાયેલા ૩૧૬ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]