ગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન* - At This Time

ગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન*


*ગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન*
--------
*વિવિધ ફેસિલિટી સેન્ટર પર ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ કર્યું મતદાન*
---------
*ગીર સોમનાથ, તા.૨૪:* ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યુ હતું.
૯૦-સોમનાથમાં મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીંગ ઓફિસરોએ તાલીમ બાદ ઉત્સાહ પૂર્વક બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ૯૦-સોમનાથમાં મતદાન મથક પર ફરજના ૭૦૫ જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, એસ.ટી.કર્મચારીઓ, પોલિંગ ઓફિસર-૧, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર્સ, પ્યુન સહિતનાઓએ બેલેટથી મતદાન કર્યુ હતું.
જ્યારે ૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે પણ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon