માળીયા હાટીના પૂર્વ ઉપ સરપંચ સહિતના કુલ 8 ઈસમો સાથે જુગાર ધામ ઝડપાયું - At This Time

માળીયા હાટીના પૂર્વ ઉપ સરપંચ સહિતના કુલ 8 ઈસમો સાથે જુગાર ધામ ઝડપાયું


માળીયા હાટીના પીએસઆઇ બી.કે.ચાવડા અને પોલીસ સ્ટાફે કોઈની શેહી શરમ વગર લાલ આંખ કરતા મોટું જુગાર ધામ પકડતા સમગ્ર પંથકમાં જુગારીઓ ગભરાટ

માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ asi હિતેશભાઈ બલદાણીયા, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ ડાંગર, કોન્સ્ટેબલ મુકેશભાઈ ડાભીને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે માળીયા હાટીના કિસાન પરા વિસ્તારમા યોગેશ ગોરધન કરડાણીના મકાનમાં જુગાર ધામમા 1યોગેશ ગોરધન કરડાણી, 2,સાગર જમનભાઇ ડઢાણીયા, 3 સુરેશ મનજીભાઇ ભાલોડિયા, 4 નરેન્દ્ર ગોરધનભાઈ ભલાણી, 5 અતુલ વલ્લભભાઇ ફુલેત્રા, 6 ધર્મેશ દેવજીભાઈ ભલાણી, 7શૈલેષ જેન્તીભાઈ મેધપરા 8 નલિન કુરજીભાઈ કમાણી જુગારીઓ સહિત હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.42734/ અને નાલ રૂ.3320/ સહિત કુલ રોકડ રકમ રૂ.46054/મો.નંગ 6 રૂ.25500/ના સાથે રૂ 71554/કુલ મુદ્દામાલ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે. આમ માળીયા હાટીના પોલીસ સ્ટાફે ઉમદા કામગીરી કરેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.