પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે - At This Time

પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે


પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાતવર્ગોના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા મળશે

બોટાદ ખાતે નવનિર્મિત વિકસતી જાતિ કલ્યાણ ખાતું(ગુ. રા)ગાંધીનગર સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ શરૂ છે. આ છાત્રાલયમાં ધો. ૧૧ અને ૧૨ તેમજ કોલેજ કક્ષાનાં ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા. શૈ. પ. વ. / આ. પ. વ. ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે.આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા શાળા/કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં બોટાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કચેરી વીંગ-એ, બીજો માળ પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનીક પુરાવા સાથે જિલ્લા કચેરીને ઓફલાઇન અરજી જમા કરાવાની રહેશે તેમ બોટાદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી વિકસતી જાતિની યાદીમાં જણાવાયું છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.