મુળી ના સોમાસર ગામે મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર નાં તપાસ નાં આદેશ હાઈકોર્ટે કર્યો હુકમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gkuduywb3yqatah3/" left="-10"]

મુળી ના સોમાસર ગામે મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર નાં તપાસ નાં આદેશ હાઈકોર્ટે કર્યો હુકમ


*મુળી તાલુકાનાં સોમાસર ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ નાં આદેશ*

*હાઈકોર્ટે આપ્યાં તપાસ નાં આદેશ જાગૃત નાગરિક દ્વારા થયેલ હતી પી.આઈ.એલ*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં મનરેગા યોજના હેઠળ કામ માં નાણાકીય ગેરરીતિઓ કરી ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સોમાસર નાં જાગૃત નાગરિક એવાં ચીમનભાઈ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી આ અગાઉ તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને કલેકટર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમછતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા છેલ્લે હાઈકોર્ટે નાં દરવાજા ખખડાવ્યા હતા તેમાં હાઈકોર્ટે દ્વારા પી.આઈ.એલ. માન્ય રાખી હતી અને ભ્રષ્ટાચાર કરનાર સામે તપાસ નાં આદેશ આપતાં નોટિસ ફટકારવામાં આવી હતી તેથી ચકચાર મચી જવા પામી છે અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારી દ્વારા ભલામણ નાં દોર શરૂ કરવામાં આવેલ છે ત્યારે ચીમનભાઈ એ જણાવ્યું હતું કે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે ત્યારે અમોને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચાર કરનાર તમામ લોકો સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી થશે અને ભ્રષ્ટાચાર કરનાર જેલ નાં સળિયા પાછળ ધકેલાઈ જશે મુળી તાલુકાનાં સોમાસર ગામે મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર નું ભુત સળવળાટ શરૂ થતાં અનેક નાં તપેલાં ચડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે મુળી તાલુકાનાં તમામ ગામોમાં મનરેગા યોજના હેઠળ કામ ની તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે અને તેમાં સરપંચ તલાટી તાલુકા પંચાયત નાં અધિકારીઓ ની સંડોવણી બહાર આવે તેમ છે હાઈકોર્ટે હુકમ કરતાં સોમાસર ગામજનો માં આનંદ ની લાગણી ફેલાઇ છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]