પાંચવાડા આશ્રમશાળા ખાતે ગરબાડા તા.પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gjdixcgw6wadjexf/" left="-10"]

પાંચવાડા આશ્રમશાળા ખાતે ગરબાડા તા.પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


ગરબાડા વહીવટીતંત્ર દ્વારા પ્રજાની લાગણી,માંગણી અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકાર ની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકની વ્યક્તિગત રજુઆતો સ્થળ ઉપર જ ઉકેલ માટે ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે આશ્રમશાળા ખાતે તા.પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં પાંચવાડા,સાહડા,દેવધા, બોરીયાલા,ગાંગરડા, ગુલબાર, જાંબુઆ, નીમચ, ઝરીબુઝર્ગ,ગરબાડા, મીનાકયાર, પાટીયાઝોલ, ભુતરડી, ચંદલા, નળવાઈ, સીમળીયાબુઝર્ગ,ગાંગરડી ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં ૧૩ વિભાગો અને ૫૬ સેવાઓ જેવી કે આવક-જાતિના દાખલા,રેશન કાર્ડ માં નામ દાખલ કરવું તથા નામમાં સુધારો કરવો,નવીન આધાર કાર્ડની કામગીરી, આધાર કાર્ડમાં સુધારો કરવો, મા-અમૃતમ અને મા-વાત્સલ્ય કાર્ડ, મફત હેલ્થ ચેકઅપ, PMJAY કાર્ડ,કૃષિ પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની યોજનાઓ,વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાઓ,ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ સહાય, વય વંદના સહાય તથા સંકટ પણ સહાય,નવીન વારસાઈ નોંધણી અરજી સ્વીકારવાની કામગીરી,ઘરેલુ નવા વીજ જોડાણ વગેરે સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા સભ્ય,તાલુકા સભ્ય,પશુ ચિકિત્સક,સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]