બોટાદ જિલ્લા રોજગાર કચેરીના જોબ ફેરના માધ્યમથી આત્મનિર્ભર બનતા પૂર્વી ગઢાદરા - At This Time

બોટાદ જિલ્લા રોજગાર કચેરીના જોબ ફેરના માધ્યમથી આત્મનિર્ભર બનતા પૂર્વી ગઢાદરા


બોટાદ જિલ્લા રોજગાર કચેરીના જોબ ફેરના માધ્યમથી આત્મનિર્ભર બનતા પૂર્વી ગઢાદરા

મને રોજગારી મળતા હવે હું મારા પપ્પાની પડખે ટેકો બનીને આર્થિક મદદ કરી રહી છું, બોટાદ જિલ્લા રોજગાર કચેરીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જિલ્લા રોજગાર કચેરી પૂર્વીબેન માટે બની પથદર્શક બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલા જોબફેર થકી મારૂં અને મારા પરિવારનું જીવન બદલાયું છે. મારા પપ્પાની પડખે હવે હું ટેકો બનીને ઉભી છું અને મારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી હું આત્મનિર્ભર બની છું.” આ લાગણી શબ્દો થકી વ્યક્ત કરી રહી છે બોટાદની 24 વર્ષીય યુવતી પૂર્વી ગઢાદરા એમ.કોમ અને આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જિલ્લા રોજગાર કચેરી પૂર્વી માટે પથદર્શક બનીને આવી. પૂર્વીને ગ્રામીણ કોટા એક્સેસ બેન્કમાં નોકરી મળી અને તેના પરિવારની સ્થિતિ અને દિશા બંને બદલાઈ ગઈ. પૂર્વીના પરિવારમાં તેના માતા-પિતા અને ત્રણ બહેનોનો સમાવેશ થાય છે. પૂર્વી હરખભેર ઉમેરે છે કે, “મને રોજગારી મળતા મે મારા પરિવારની આર્થિક કમાન સંભાળી છે, અને હાલ મારા પરિવારનું જતન ખૂબ સારી રીતે કરી રહું છું. મને દર મહિને સારો પગાર મળે છે, તેથી હું મારા પિયર અને સાસરી બંને જગ્યાએ મદદ કરી શકું છું. હું અને મારો પરિવાર બોટાદ જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કરીએ છીએ બોટાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રી (ઈ/ચા) પ્રજાપતિના માર્ગદર્શન અને કર્મઠ કર્મચારીશ્રીઓના પ્રયાસની ફળશ્રૃતિ રૂપે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૫૦ ભરતી મેળા યોજવામાં આવ્યા છે. જેના થકી ૧૭૦૫ જેટલા ઉમેદવારોનું પ્લેસમેન્ટ થયું છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.