પથરાળ જમીન તોડી પાણીયારે પાણી પહોંચાડતા જાડીસેંબલના ગ્રામજનો - At This Time

પથરાળ જમીન તોડી પાણીયારે પાણી પહોંચાડતા જાડીસેંબલના ગ્રામજનો


*પથરાળ જમીન તોડી પાણીયારે પાણી પહોંચાડતા જાડીસેંબલના ગ્રામજનો*
***************
*નલ સે જલ થકી ઘર આંગણે જ પાણી મળતા મહિલાઓના ચેહરા પર છલકાયું સ્મિત*
*********************

સાબરકાંઠા જિલ્લાનું ખેડબ્રહ્મા એટલે મીની અંબાજી અને માતાનું ધામ, મૉં અંબાનો હેત તો સદાય સૌના પર વરસતા હોય છે પરંતુ આ વિસ્તારમાં ન વરસતો હોય તો એક મેઘ, છૂટાછવાયા વિસ્તારમાં રહી ટૂંકી જમીનથી પેટીયુ રળતા આદિવાસી લોકો જેમને ખેતરમાં તો ઠીક પણ ઘણીવાર પીવાના પાણીના પણ વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ ઉનાળની ગરમીમાં થતુ હતુ. પરંતુ આજે સમય એવો છે કે પાણીના ટીંપા માટે વલખા મારતા પહાડી ગામના ઘરે ઘરે નળથી પાણી પંહોચ્યા છે.

આ વાત છે જીલ્લાના મુખ્ય મથકથી ૬૩ કી.મી દૂર આવેલા ખેડબ્રહ્માના અંતરીયાળ ગામ જાડીસેંબલની. ગામ હોય એટલે સ્વાભાવિક છે કે ચોખ્ખુ ફળીયુ ને હારબંધ ઘરનું દશ્ય નજર સામે તરવરે. પરંતુ તેનાથી વિરુધ્ધ એવુ એટલે કે છુટાછવાયા ઘર અને પથરાળ જમીન. આવી વિષમ પરિસ્થિતિમાં પણ લોકોના ઘર આંગણે નળથી પાણી પંહોચે એટલે જાણે કે મૉં નર્મદાનું સાક્ષાત અવતરણ થયું હોય તેવી અનુભૂતિ થાય.
આવી અનુભૂતિનો આનંદ વ્યકત કરતા કેતનભાઈ પટેલ જણાવે છે કે અગાઉ ગામમાં વિકટ પરિસ્થિતિ હતી. પીવાના પાણી માટે ગામ લોકોએ ખાનગી ખેતરના કુવા, ખાનગી બોર તથા હેન્ડપંપથી પાણી લાવવું પડતું હતું. તો વળી ઉનાળામાં લોકોએ પીવાના પાણી માટે ખેતરે ખેતરે ભટકવું પડતુ હતુ. અંહિ ગામના લોકોને પીવાનું પાણીના ફાંફા હોય ત્યારે ઢોર ઢાંખરની કે ખેતીની તો વાત જ કઇ રીતે કરવી.
પણ ગામમાં આવેલા આ પરીવર્તનની વાત કરતા ગામની પાણીની સમસ્યાનો કાયમી નિવારણ માટે બધા ગામલોકો અને વાસ્મો કોરટીમ દ્વારા આ ગામમાં ગ્રામસભાનું આયોજન કર્યું. જેમાં પાણીની વધુ અછત રહેતી તેવા ફળીયાને પ્રથમ તબક્કામાં આવરી લેવાનું આયોજન કરાયું.જેમાં ગામનો નકશો, વિલેજ એક્શન પ્લાનમાં નવિન કૂવો તથા કૂવા આધારીત ભૂગર્ભસંપ,પાઈપલાઈન,નવિન કૂવો,ઘરજોડાણ, વિજજોડાણ, જેવા ઘટકોનો સમાવેશ કરી આ ગામની યોજના તૈયાર કરવામાં આવી.જેમાં તળાવફળી,વાંકળીવાવ, અંગારીફળી, પ્રાથમિક શાળાફળી, તરાળફળી, બુબડીયાફળી, ધરગોળફળી, ડામોરફળી તેમજ શીશવલ્લા જેવા ફળીયાઓનો સમાવેશ કરી “હર ઘર જલ” યોજના હેઠળ આવરી લેવાયા.
પાણી સમિતિએ તબક્કાવાર “હર ઘર જલ” યોજના થકી ગામ લોકોને ઘર આંગણે પાણી મળે તેવુ પાણીદાર વ્યવસ્થાપન કર્યુ. જેના થકી ઘર આંગણે પાણીના કનેક્શન આવતા ગામની બહેનોના ચેહરા પર અનેરુ સ્મિત છે.ગામની એકતા અને વાસ્મોની મક્કમતાનું ઉત્તમ ઉદાહરણ જાડીસેંબલ ગ્રામજનોએ પુરુ પાડ્યુ છે.
**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.