અમરેલીનગરપાલિકા આયોજિત લોકમેળામાં ઉઘાડી લૂંટ મેળાની રંગત મા લૂંટાતી જનતા - At This Time

અમરેલીનગરપાલિકા આયોજિત લોકમેળામાં ઉઘાડી લૂંટ મેળાની રંગત મા લૂંટાતી જનતા


અમરેલી નગરપાલિકા આયોજિત લોક મેળામાં ઉઘાડી લુંટ

મેળાની રંગત માં લૂંટાતા લોકો

અમરેલી શહેરમાં બંને લોકમેળામાં સંચાલકો તંત્રની ગાઈડ લાઈનનો કરી રહ્યા ઉલાળ્યો...

અમરેલી શહેર માં કોરાના પછી લગભગ બે વર્ષ પછી બે - બે લોક મેળાઓ જામ્યા....

લાયન્સ ક્લબ આયોજિત મેળો મોટી નૂતન સ્કૂલ ના ગ્રાઉન્ડ માં અને નગરપાલિકા આયોજિત મેળો ફોર્વડ સ્કૂલ ના ગ્રાઉન્ડ માં આં બે મેળા ઓ નો આનંદ લોકો ઉઠાવી રહ્યા છે પરંતુ ભોળી પ્રજાને યે નથી ખબર કે મેળાના નામે ઉઘાડી લુંટ ચાલી રહી છે.....

એમ્યુઝમેન્ટ રાઇડ્સ સંદર્ભે અત્રેના જિલ્લામાં મેળાઓ તહેવારો દરમ્યાન હંગામી ઘોરણે ઉભી કરવામાં આવતી રાઇડ્સના નિરીક્ષણ પરિક્ષણ કરવા માટે વેચાણ ક્રમ-૧ના હુકમથી જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવામાં આવેલ છે.જે સ્થળે મેળો યોજવાનો છે તે સ્થળ મેનેજિંગ ટ્રસ્ટી ફોરવર્ડ સ્કૂલ, અમરેલીએ તા.૨૫/૦૮/૨૦૨૨ સુધી ચીફ ઓફિસરશ્રી, અમરેલીને મેળો યોજવા અંગે શરતોને આધિન મંજુરી આપેલ છે. જે બાબત તથા તમામ અભિપ્રાયો આઘારે મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૩૩ હેઠળ નીચેની શરતોને આધિન રહી તા. તા.૧૫/૦૮/૨૦૨૨થી તા. ૨૧/૦૮/૨૦૨૨ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધીના સમય માટે મનોરંજન મેળો યોજવાની તથા નીચે મુજબની વિગતે રાઇડઝ ચલાવવા પરવાનગી આપવા હુકમ કરવામાં આવે છે.ત્યારે અમરેલી ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં લોકમેળા માં ટીકીટ દરનો ભાવ હુકમ માં 30 રૂપિયા રાખવામાં આવ્યો છે.ત્યારે ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં લોકમેળામાં રાઇડઝ વાળા પોતાની મેળે મનફાવે તેમ ભાવ 40 અને 50 રૂપિયા લોકોની પાસેથી લૂંટી રહ્યા છે.ત્યારે બીજો લોકમેળો નૂતન સ્કૂલના ગ્રાઉન્ડમાં હોય ત્યાં પણ રાઇડઝ વાળા પોતાની મેળે મનફાવે તેમ ભાવ 50 રૂપિયા ની ઉધાડી લૂંટ ચલાવી રહ્યા હોય અને અમરેલી ચીફ ઓફિસર ફોન કરાતા ફોન પણ રિસવ કરતા નથી.ત્યારે અમરેલી જિલ્લાની ભોળી જનતા ને કોરોના બાદ 2 વર્ષ લોકમેળા માં ઉત્સાભેર જોવા મળતા હોય ત્યારે આમ જનતા જાહે તો જાહે આ લોકમેળામાં ટીકીટ નો વધારો કરતા કોની છે. મીઠી નજર તેવી લોકચર્ચા

તેમજ અન્ય જગ્યા તંત્ર દ્વારા આપેલા હુકમની નકલ પણ લગાડેલી જોવા મળતી નથી તેમજ મેળામાં લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ ની પણ સુવિધા આ મેળામાં કરવામાં આવી નથી તેમજ  રાઈડ્સમાં ગાઇડલાઈનનો ભંગ કરીને જનતાને રાઇડસમાં બેસાડવામાં આવી રહ્યા છે જો કઈ બનાવ બનશે તો જવાબદારી તંત્ર લેશે કે સંચાલકો તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.