મેઘાણીનગરમાં લૂંટી લીધા પછી ઢોર માર મારતા યુવકનું મોત

મેઘાણીનગરમાં લૂંટી લીધા પછી ઢોર માર મારતા યુવકનું મોત


અમદાવાદ,શનિવારમેઘાણીનગરમાં ત્રણ દિવસ પહેલા એક યુવકની લાશ મળી હતી, પીએમ રિપોર્ટમાં બ્રેન હેમરેજથી મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં ચાર શખ્સોએ યુવકને લૂંટી લીધા બાદ ઢોર માર મારતા  મોત થયું હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ચાર શખ્સોએ પકડીને પર્સ, મોબાઇલ લૂંટી લીધો દોરો તોડવાનો પ્રયાસ કરતા યુવક ભાગ્યો હતોમેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેટર જે.એલ.ચૌહાણના જણાવ્યા મુજબ કુબેરનગર પાસે હરજીવનદાસની ચાલીમાંથી ત્રણ દિવસ પહેલા યુવકની લાશ મળી હતી. પોલીસે પીએમ કરાવતા બ્રેન હેમરેજથી મોત થયું હોવાનો ખુલાસોે થયો હતો. બાતમી આધારે તપાસ કરતાં  મૃતક યુવક  મેઘાણીનગર રામેશ્વર પાસે જય ખોડિયારનગરમાં રહેતા રામકુમાર ઇન્દ્રદેવસિંહ ભુમીયાર (ઠાકુર, ઉ.વ.૩૯) તા.૩ના રોજ  ચાલતો ચાલતો તિર્થરાજ સોસાયટી પાસેથી પસાર થતો હતો. આ સમયે  સાહિલ સાલવાની, તથા બંગલા એરિયામાં મીનાક્ષી ફેલટમાં રહેતો  જતીન લેખરાજ જાગવાણી તથા સુનિલ યાદવ અને મયુર સિંધી ચાર શખ્સોને પાર્ટી કરવાની હોવાથી રૃપિયા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો આરોપીઓએ  યુવકને પકડીને તેના ખિસ્સામાં પર્સમાંથી  રૃા. ૯૦૦   તથા મોબાઇલ લૂંટી લીધો બાદ બાદમાં દોરો તોડવાનો પ્રયાસ કરતા યુવક ભાગ્યો હતો તેનો પીછો કરતાં તે દિવાલ પર ચઢી ગયો હતો જ્યાં આરોપીઓએ પણ ત્યાં માર મારીને નીચે  ફેંંંકી દીધો હતો જેથી મોત નીપજયું હતું. પોલીસે  સાહીલ સિવાય ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »