બુલેટ થાંભલા સાથે અથડાતા આરપીએફના એએસઆઇનું મોત

બુલેટ થાંભલા સાથે અથડાતા આરપીએફના એએસઆઇનું મોત


અમદાવાદ,શનિવારવટવામાં રહેતા અને મહેસાણા ખાતે આરપીએફમાં એ.એસ.આઇ તરીકે નોકરી કરતા સીયારામ યાદવનું બુલેટ વટવામાં થાંભલા સાથે અથડાંતા મોત થયું હતું.સીટીએમ ખાતે વેવાઇને મળવા માટે ગયા હતા ત્યાંથી ઘરે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો વટવા વિસ્તારમાં બચુભાઇની કુવા પાસે જયમીન પાર્ક  સોસાયટી ખાતે રહેતા અને મહેસાણામાં આરપીએફમાં એ.એસ.આઇ તરીકે નોકરી કરતા સીયારામ મેઇયાદીન યાદવ (ઉ.વ.૫૨) ગઇકાલે રાતે સીટીએમ ખાતે પોતાના વેવાઇને મળવા ગયા હતા, ત્યાથી  પરત આવી રહ્યા હતા આ સમયે વટવા પુનિતનગર ફાટક નજીક બુલેટ થાંભલા સાથે અથડતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »