ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ના ત્રીજા ક્વૉસી જ્યુડિશિયલ મેમ્બર તરીકે ગુજરાત હાઇકોર્ટ ના જાણીતા એડવોકેટ અને સુફી સ્કોલર સુફી અનવરહુસેન શેખ ની નિમણૂંક કરતી ગુજરાત સરકાર - At This Time

ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ના ત્રીજા ક્વૉસી જ્યુડિશિયલ મેમ્બર તરીકે ગુજરાત હાઇકોર્ટ ના જાણીતા એડવોકેટ અને સુફી સ્કોલર સુફી અનવરહુસેન શેખ ની નિમણૂંક કરતી ગુજરાત સરકાર


સમગ્ર ગુજરાત રાજય ના વક્ફ મામલા ઓ ની સુનાવણી માટે રચાયેલી ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ ના ખૂબ જ મહત્ત્વ ના હોદ્દા પર કાયદાકીય અને મુસ્લિમ ધર્મ નો બહોળો જ્ઞાન ધરાવતા વિચક્ષણ અને જાણીતા સુફી સ્કોલર અને ગુજરાત હાઇકોર્ટ ના અગ્રણી વકીલ અને વકફ કાયદા ના નિષ્ણાંત એવા *સુફી અનવરહુસેન શેખ* ની નિમણૂંક ગુજરાત સરકારે ત્રીજા ક્વૉસી જ્યુડિશિયલ મેમ્બર તરીકે કરી છે.
ગુજરાત હાઇકોર્ટ માં થયેલ પીઆઇએલ માં રાજ્ય સરકાર ને 26 ફેબ્રુઆરી પહેલા વક્ફ ટ્રિબ્યુનલ ના સભ્ય ની નિમણૂંક કરવા નામદાર કોર્ટ ના આદેશ બાદ આજરોજ સરકાર દ્રારા જાહેરનામુ બહાર પાડી નિમણૂંક કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે 1995 માં રચાયેલ વક્ફ કાયદા ના ગુજરાત રાજ્ય ના નિતી નિયમો ની રચના સને 1998 માં થયી હતી, ત્યાર બાદ સને 2014 માં કેન્દ્ર સરકારે વક્ફ કાયદા માં ઘરમૂળ માં થી ફેરફારો કરતા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ અસ્તિત્વ માં આવી હતી, પરંતુ તેના નિયમો માં કોઈ ફેરફાર ન થતા વક્ફ બોર્ડ તેમજ ટ્રિબ્યુનલ ની કાયદાકીય કામગીરી અને સંચાલન પર ખૂબ જ અસર થતી હતી, જેથી નવા નીતિ નિયમો બનાવવા જોઈએ તેની રજૂઆત જે તે સમયે અનવરહુસેન શેખ દ્વારા રાજ્ય સરકાર ના કાયદા વિભાગ ને કરાતા તેની ગંભીર નોંધ લઈ ને તાત્કાલિક અસર થી ગુજરાત રાજ્ય વક્ફ રુલ-2023 ની રચના કરવા માં આવી હતી અને ગેઝેટ માં પણ પ્રસિદ્ધ કરવા માં આવેલ, સદરહુ નિયમો બનાવ્યા બાદ તાજેતર માં જ તેમના દ્વારા વક્ફ એક્ટ-2023 નામનુ અદ્યતન પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યુ છે.
છેલ્લા દોઢ વર્ષ થી નિષ્ક્રિય રહેલી વકફ ટ્રિબ્યુનલ માં ગુજરાત સરકારે વકફ કાયદા ના અભ્યાસુ અને જાણકાર વ્યકિત ની નિમણૂંક કરતા વક્ફ ટ્રિબ્યુનલ ની કામગીરી સૂપેરે ચાલી શકશે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.