વરાણા ખોડીયાર માતા ના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એ દર્શન કરી ધન્યતા અનુભવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dkhk1uaucusydgtf/" left="-10"]

વરાણા ખોડીયાર માતા ના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એ દર્શન કરી ધન્યતા અનુભવી.


સમી: પાટણ જિલ્લાના સમી તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રધામ વરાણા ખોડીયાર માતાજી નો મેળો મહાસુદ બીજ થી પૂનમ સુઘી ભરાય છે. મેળા ના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ નું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજી ને પ્રસાદ રૂપે ગોળ અને તલ ની સાની ચડાવવા માં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો. અહી ની માન્યતા પ્રમાણે પ્રથમ દીકરો જન્મે ત્યારે સાની ની પ્રસાદ ચડાવવા માં આવે છે.
વઢિયાર પંથકમાં સદીઓથી આ પરંપરા સચવાયેલી છે. આ વિસ્તાર માં કોઈ ના પણ ઘરે પુત્ર નો જન્મ થાય ત્યારે પંદર દિવસના મેળા દરમિયાન પ્રસાદ ચડાવવા આવે છે. આ પંદર દિવસના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. ઉત્તર ગુજરાત તેમજ કચ્છ સુધી ના શ્રદ્ધાળુઓ ખોડીયાર માતાજી ના દર્શને આવે છે.


7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]