જાહેરમાં બાકડા પર બેસીને અકોટામાં દારૃની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા - At This Time

જાહેરમાં બાકડા પર બેસીને અકોટામાં દારૃની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા


 વડોદરા,અકોટા સુધરાઇ કોલોની પાસે જાહેરમાં બાકડા  પર દારૃની મહેફિલ માણતા ચાર મિત્રોને ગોત્રી  પોલીસે ઝડપી પાડયા છે.પોલીસે ચાર મિત્રો પાસેથી દારૃની બે અડધી બોટલ મળીને ૧૯ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે.ગોત્રી  પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી કે,સુધરાઇ કોલોની અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં જાહેરમાં બાકડા પર કેટલાક લોકો દારૃની મહેફિલ માણી રહ્યા છે.જેથી,પોલીસનો સ્ટાફ ઉપરોક્ત સ્થળે પહોંચી ગયો હતો.બાકડાને કોર્ડન કરીને જોતા ચાર યુવકોની વચ્ચે દારૃની બે અડધી બોટલ, પાણીની એક બોટલ  તથા પ્લાસ્ટિકના ચાર ગ્લાસ પડયા હતા.તમામની આંખો લાલચોળ હતી.બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરતા ચારેય જણાએ દારૃનો નશો  કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી,પોલીસે (૧) સંતોષ બસરાજુભાઇ  કરનાડી (રહે.શિવજીપુરી સર્વોદયનગર, કલાલી રોડ) (૨) મેહુલ કિશનરાવ સોનવણે (રહે.અકોટા, સુધરાઇ કોલોની) (૩) મલકેશ ચીમનભાઇ પટેલ (રહે.શ્રીજીધામ સોસાયટી, મકરંદ દેસાઇ રોડ) તથા જીતેશ બલીરામ કલંમ્બે (રહે.રામપુરા વુડાના મકાનમાં, અકોટા) ની સામે ધરપકડ કરી છે.પોલીસે આરોપી  પાસેથી ત્રણ મોબાઇલ ફોન અને દારૃની બોટલ મળીને કુલ રૃપિયા ૧૯,૪૦૦ ની મત્તા કબજે કરી છે.આરોપી મેહુલ ડ્રાયવિંગ કરે છે.સંતોષ અને મલકેશ હોમ લોન અપાવાનું કામ કમિશન પર કરે છે.જ્યારે જીજ્ઞોશ ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરે છે.અને વરસાદી માહોલ હોઇ તેઓ દારૃની મહેફિલ માણવા બેઠા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.