શ્વાન બાંધીને રાખતાં જાવ કહી યુવક પર છરી વડે હુમલો - At This Time

શ્વાન બાંધીને રાખતાં જાવ કહી યુવક પર છરી વડે હુમલો


કૂતરું બાંધીને રાખતાં જાવ કહી યુવક પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. કોઠારિયા સોલવન્ટનો રાજેશ હેડંબા તેનાં બહેનના ઘરે જમવા ગયો હતો. જ્યાં કાળુ નામનાં યુવક પાછળ કૂતરું દોડતાં ઉશ્કેરાયો હતો. અને કુતરું બાંધીને રાખતાં જાવ કહી રાજેશ પર કાળું સહીત સાત શખ્સોએ હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ શેરી નં- 30માં રહેતો રાજેશ પરસોતમભાઈ હેડંબા (ઉ.વ.36) નામનાં યુવક પર સાત શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બાદ યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તેનાં પરિવારજનોએ જણાવ્યું કે ગઈ કાલે રાજેશ શિવ સાગર સોસાયટી શીતળા મંદિર પાસે તેના બહેનના ઘરે જમવા ગયો હતો. બાદ બધા શેરીમાં બહાર બેઠાં હતાં. ત્યારે તે જ વિસ્તારમાં રહેતો કાળુ બાઈક લઈને નીકળ્યો ત્યારે તેની બાઈક પાછળ કૂતરું દોડતાં કાળું ગુસ્સે થયો હતો.
કૂતરું બાંધીને રાખતાં જાવ કહી ત્યાં બેઠેલ રાજેશ અને તેનાં બહેનના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. બાદ થોડી વાર બાદ કાળુ અને અન્ય શખ્સોએ રાજેશ પર છરી વડે હુમલો કર્યો હતો. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દિકરી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.