પાંચ વર્ષમાં ૧૯૫ પિતાએ સંતાનને કિડની આપી નવજીવન આપ્યું - At This Time

પાંચ વર્ષમાં ૧૯૫ પિતાએ સંતાનને કિડની આપી નવજીવન આપ્યું


અમદાવાદ, શનિવાર'જીસ કી કોખ સે
જન્મ હોતા-વોહ માં, જીસ કે પેટ પર ખેલને મેં મઝા આતા-વોહ પિતા, જો ધારણ કરતી-વોહ માં,
જો સિંચન કરતા વોહ-પિતા, જીસ કે સ્તન સે દૂધ પિયા જાતા-વોહ  માં, જીસ કી મૂંછે ચુભને પર ભી ખેલને મેં મઝા આતા-વોહ
પિતા, જો ઉંગલી પકડકર ચલના શિખાતી-વોહ માં, જો કંધે પે લેકે દૌડના શિખાતા-વોહ પિતા,
જો વ્યાકુલ હોકી-વોહ માં, જો સંયમ શિખાતા વોહ પિતા...' મહારાષ્ટ્રના કવિ વિશ્વધર દેશમુખે
મરાઠીમાં લખેલી આ કવિતાનો અંશ છે. 'પિતા' એટલે સંતાન માટે એવો છાંયડો જેને શબ્દમાં
વર્ણવી શકાય નહીં. સંતાનના સ્મિત-સુખ માટે પિતા કોઇ બીજો વિચાર કર્યા વિના મૃત્યુ સાથે
પણ બાથ ભીડી શકે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૫ પિતાએ પોતાના સંતાનને કિડનીનું
દાન આપીને નવજીવન આપ્યું છે.  બાળકના જન્મની
સાથે માતા-પિતા માટે તેમની પ્રત્યેક ક્ષણ સંતાનને સમર્પિત થઇ જાય છે. નાણાની ખેંચ હોય
તો પણ બાળકની પ્રત્યેક જરૃરિયાત પૂર્ણ કરવા તેઓ કોઇ જ કસર બાકી રાખતા નથી. આ સાથે ગુજરાતમાં
એવા પણ પિતાઓ છે જેમણે પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું
છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૯૫ અને છેલ્લા ૮ વર્ષમાં કુલ ૬૩૦થી વધુ પિતા દ્વારા પોતાના
સંતાનોને કિડનીનું દાન આપવામાં આવ્યું છે. જેમાં ૫૦૦થી વધુ પુત્ર અને ૧૦૦થી વધુ પુત્રીનો
સમાવેશ થાય છે. કિડનીના દાન દ્વારા પિતાએ પોતાના સંતાનોને મોતના મુખમાં ધકેલાતાથી અટકાવ્યા
છે.ડોક્ટરોના મતે
જ્યારે બંને કિડની ફેઇલ થઇ જાય ત્યારે તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય
હોય છે. જેમાં દર્દીને માતા-પિતા, ભાઇ-બહેન, પતિ-પત્ની પોતાની એક કિડનીનું દાન કરીને
નવજીવન આપતા હોય છે.અમદાવાદની આઇકેડીઆરસી ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ૪૯૫ માતાએ તેમના
સંતાનોને કિડની આપીનુે નવજીવન આપ્યું છે. આ પૈકી ગત વર્ષે ૮૭ માતાઓ દ્વારા તેમના સંતાનોને
કિડનીનું દાન આપવામાં આવ્યું છે.  અમદાવાદની સિવિલ
હોસ્પિટલમાં આવેલી ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)ના ડિરેક્ટર
ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, 'સંતાનને કિડની આપવામાં માતા મોખરે છે પરંતુ પિતા પણ
પાછળ નથી. પોતાના બાળકનો જીવ બચાવવા માતા-પિતા બીજો કોઇ વિચાર કર્યા વિના ઓર્ગન આપે
છે. પિતા કમાઇને ઘર પણ ચલાવી આપે છે અને પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે પોતાનું અંગ
પણ આપી શકે છે. હાલમાં કેડેવર પ્રોગ્રામને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિવિલ
મેડિસિટીમાંથી દરરોજ એક કેડેવર મળે છે અને તેનાથી ૮ને નવું જીવન મળે છે. આ જ પ્રમાણે
ચાલ્યું અને દિલીપ દેશમુખ (દાદા)ના માર્ગદર્શનથી સિવિલમાંથી દરરોજ બે કેડેવર આવશે અને
અમદાવાદમાં ક્ષમતા પાંચ કેડેવરની છે. આ પ્રયાસથી 
૨૦૨૫ સુધીમાં લાઇવ રીલેટેડ પ્રોગ્રામ નાબૂદ કરવાનું આપણું લક્ષ્ય છે. '  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.