હેર સલૂન ચલાવતા પ્રૌઢ બ્રેન ડેડ જાહેર થતા ઓર્ગન ડોનેટ કરાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/organ-donations-of-the-adult-brain-dead/" left="-10"]

હેર સલૂન ચલાવતા પ્રૌઢ બ્રેન ડેડ જાહેર થતા ઓર્ગન ડોનેટ કરાયા


વડોદરા,શીયાબાગ વિસ્તારમાં હેર કટિંગ સલૂન ચલાવતા પ્રૌઢને અચાનક બ્રેન સ્ટોક આવતા તેઓ દુકાનમાં જ ઢળી પડયા હતા.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટર દ્વારા તેઓને બ્રેનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ તેમના ઓર્ગન ડોનેટ કરવાનું નક્કી કર્યુ હતું.ડભોઇરોડ સોમાતળાવ પાસે ઓમ રેસિડેન્સીમાં રહેતા ૫૭ વર્ષના વિજય ચુનીલાલ લિમ્બાચિયા શીયાબાગ વિસ્તારમાં વિજય હેર આર્ટ નામથી સલૂન ચલાવે છે.તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે.તેમનો દીકરો મોલમાં નોકરી કરે છે.ગત તા.૧૭ મી એ તેઓ સલૂનમાં કામ કરતા હતા.તે સમયે અચાનક તેઓને ચક્કર આવતા દુકાનમાં જ ઢળી પડયા હતા.વિજયભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરે તેઓને બ્રેન સ્ટોક આવ્યો હોવાનું જણાવ્યું હતું.બે દિવસની સારવાર પછી ડોક્ટરે તેઓને બ્રેનડેડ જાહેર કર્યા હતા.ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ  કમિટીના નીર શાહ તથા અન્ય  સભ્યોએ દર્દીના પરિવારજનોને ઓર્ગન ડોનેશન અંગે સમજ આપી હતી.પરિવારજનો ઓર્ગન ડોનેશન માટે તૈયાર થતા રેલવે હોસ્પિટલના ડોક્ટર દિપાલી તિવારી દ્વારા ઓર્ગન ડોનેશન માટેની કાયદાકીય કાર્યવાહીની પૂર્તતા  કરવામાં આવી હતી.સયાજી હોસ્પિટલમાં દર્દીની બે  કિડની તથા લિવર અને બે આંખોને શરીરની બહાર કાઢવા માટે બપોરે સાડા બાર વાગ્યે ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,ત્રણ મહિનામાં સયાજી હોસ્પિટલમાં આ  ત્રીજા દર્દીના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]