માધાપર પાસે બ્રિજ નીચે સુતેલા પ્રૌઢ પર કાર ચઢાવી દેતા ગંભીર રીતે ઘવાયા - At This Time

માધાપર પાસે બ્રિજ નીચે સુતેલા પ્રૌઢ પર કાર ચઢાવી દેતા ગંભીર રીતે ઘવાયા


જામનગર રોડ પર માધાપર ગામમાં પેટ્રોલ પંપ પાસે બ્રિજ નીચે સુતેલા પ્રૌઢ પર બ્રિજ નીચે કાર પાર્ક કરવા આવેલા શખ્સે કાર માથે ચડાવી દીધી હતી. પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રૌઢના ભાઈની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, જામનગર રોડ પર માધાપર ગામમાં માધાપર ચોકડી નજીક શક્તિ હોટલથી નજીક માધાપર પેટ્રોલ પંપની સામે આવેલા બ્રિજ નીચે સુતેલા રમેશભાઈ બેચરભાઈ વાઘેલા (ઉ.વ.52) નામના પ્રૌઢ સુતા હતાં. દરમિયાન રાત્રિના અઢી વાગ્યા આસપાસ ફોરવ્હીલ ચાલક ગાડી બ્રિજ નીચે પાર્ક કરવા જતા રોડ પર ગાડી ચડાવી દીધી હતી. જેથી પ્રૌઢને માથામાં તથા હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં તેમને 108 મારફત તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની આ ઘટના અંગે સરિતા વિહાર પાસે મફતિયાપરા વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરનાર પ્રૌઢના નાનાભાઈ હેમંત બેચરભાઈ વાઘેલા(ઉ.વ.41) ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.