રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામપંચાયતના વીસીઈ પોતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી ચૂંટણી લડશે. - At This Time

રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામપંચાયતના વીસીઈ પોતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી ચૂંટણી લડશે.


રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામપંચાયતના વીસીઈ પોતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી ચૂંટણી લડશે.
- રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં વીસીઈ પોતે ઉમેદવાર ઉતારીને ચૂંટણી લડશે.
- દરેક ચૂંટણીમાં વીસીઈ એક-એક મત બુથ સુધી પહોંચાડતા હતા, હવે વીસીઈ પોતે જ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી.

રાજકોટ ખાતે જિલ્લાના તમામ વીસીઈ હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ગ્રામપંચાયતના વીસીઈ પોતે ઉમેદવાર ઉતારીને આવનારી વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ તકે રાજકોટ જિલ્લા વીસીઈ મંડળના પ્રમુખ દેવરાજભાઈ મકવાણા સહિતનાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીસીઈ કર્મીઓ કાયમ પગારની માંગણીને લઈને વર્ષોથી આંદોલન કરતા આવ્યા છે. છતાં હજી સુધી ભાજપ સરકારે ન્યાય ન આપતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વીસીઈ પોતે ઉમેદવાર બની ચૂંટણી લડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વીસીઈ પોતાની હક્કની લડાઈ ચૂંટણી લડીને મેળવશે અને વીસીઈ ઉમેદવારને વિજેતા બનાવી સરકારમાં બેસાડશે. વીસીઈ મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ચૂંટણી લડીને જ હક્ક મેળવવો છે. રાજસ્થાન સરકાર દ્વારા વીસીઈને પગાર જાહેર કરવામાં આવ્યો છે. તો સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાત સરકાર કેમ વીસીઈને પગાર આપી શક્તિ નથી. દરેક ચૂંટણીમાં વીસીઈ એક-એક મત બુથ સુધી પહોંચાડતા હતા અને ભાજપને જંગી લીડથી જીતાડતા હતા. પણ હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં વીસીઈ પોતાના હક્ક માટે ચૂંટણી લડી પોતાના મત બુથ સુધી પહોંચાડશે. દરેક ચૂંટણીમાં ગામડે-ગામડે સૌથી વધારે મતદાન વીસીઈ મિત્રો દ્વારા કરાવવામાં આવતું હતું અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે વીસીઈ પોતે જ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેમ અંતમાં જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં વીસીઈ પોતે ઉમેદવાર તરીકે ઉતરશે: દેવરાજભાઈ મકવાણા-રાજકોટ જિલ્લા વીસીઈ મંડળના પ્રમુખ.

અમારી માંગણી છે કે અમને કાયમી કરી પુરતો પગાર આપો. અમે વર્ષોથી અમારી માંગણીને લઈને સરકાર સામે લડતા આવ્યા છીએ. પણ સરકારે આજદિન સુધીમાં અમારી વાત સાંભળી નથી. જો બીજા રાજ્યની સરકાર વીસીઈને કાયમી કરતા હોય તો ગુજરાતમાં કેમ વીસીઈને કાયમી કરવામાં આવતા નથી તેની સામે અમારી આ લડત છે. હવે અમારા રાજકોટ જિલ્લાના વીસીઈ મંડળે એવો નિર્ણય કર્યો છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં એક-એક વીસીઈ ઉમેદવાર તરીકે ઉતરશે અને ચૂંટણી જીતી સરકારમાં બેસી વીસીઈને કાયમી કરાવશે તેવી આશા સાથે અમે આવનારી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છીએ.
નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.