ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાએ 89 સિંહોના જીવ બચાવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fgy9agxxzhev4iuo/" left="-10"]

ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાએ 89 સિંહોના જીવ બચાવ્યા


ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાએ 89 સિંહોના જીવ બચાવ્યાપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. સિંહો રેલ્વે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલ્વે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો (Caution Order) જારી કરવામાં આવે છે. રેલ્વે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલ્વે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
લોકો પાયલોટ દ્વારા લેવાયેલી સાવચેતીના કારણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ 2021-22માં 29 સિંહો, 2022-23માં 27 સિંહો અને ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 33, આમ કુલ 89 સિંહોને ટ્રેનની અડફેટે આવવાથી બચાવી લેવામાં આવ્યા હતા.તેવું માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલદ્વારા મીડિયા ને જણાવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]