હરસોલની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ ઝડપાયો - At This Time

હરસોલની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ ઝડપાયો


તલોદના હરસોલ પંથકની સીમમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને તલોદ પોલીસે હરસોલથી ઝડપી લીધો હતો. જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે, તલોદના હરસોલ પંથકમાંથી અંદાજે ૧૨ એક વર્ષની સગીરાને ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામનો લાલાજી ઉર્ફે ખંજર શંભુજી રાવળ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ભાગી ગયો હતો. જે સંદર્ભે વર્ષ ૨૦૨૧માં યુવક સામે અપહરણ સહિતનો તલોદ પોલીસ દફતરે ગુનો નોધાયો હતો. ગુનાનો આરોપી લાલાજી ઉર્ફે ખંજર શંભુજી રાવળ હરસોલ ખાતે ભોગ બનનાર સગીરા સાથે ઉભો હોવાની તલોદ પોલીસ સ્ટેશનના જયપાલસિંહને મળેલી બાતમીના આધારે મહિલા પોલીસ કોન્સટેબલ નિમિષાબેન સાથે રાખી હરસોલથી બંનેની અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.