હ્યુમિનીટી ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્રારા ચામુંડાપુરા પ્રાથમિક શાળા કોલવડા ખાતે "બાળદિવસ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fec9rcq3gclcqbii/" left="-10"]

હ્યુમિનીટી ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્રારા ચામુંડાપુરા પ્રાથમિક શાળા કોલવડા ખાતે “બાળદિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


*હ્યુમિનીટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ* દ્વારા 14 નવેમ્બર, 2022 સોમવાર નાં રોજ *બાળ દિન નિમિત્તે ગાંધીનગર જિલ્લા માં આવેલુ ચામુંડાપુરા પ્રાથમિક શાળા, કોલવડા માં ધોરણ 1 થી 8 નાં બાળકો ને શૈક્ષણિક કીટ ( પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી પુસ્તક) અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ નાં સ્થાપક સભ્યો અને સ્વયંસેવકો હાજર રહ્યાં હતાં. સમાજકાર્ય નાં અભ્યાસ ની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતાં આ વિદ્યાર્થીઓ એ તેમને મળતાં ખિસ્સા ખર્ચ માંથી બચત કરી નેં આ પ્રવૃત્તિ કરી ને બાળકો સાથે ખુશીઓ વહેંચી હતી. બાળકો સાથે બૌદ્ધિક રમતો રમ્યા હતા અને બાળકો ની પ્રતિભા ખીલે તે હેતુ થી ડાન્સ અને ગીતો ગવડાવ્યાં હતાં. ગ્રુપ નાં સભ્યો દ્વારા અનોખું કાર્ય હાથ ધરી ને સફળતા પૂર્વક પૂરું કર્યું હતું. ગ્રુપ નાં સભ્યો અને સ્વયંસેવકો દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. શાળા ના શિક્ષકો દ્વારા આ કામગીરી ને બિરદાવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]