પોરબંદરમાં ગઈકાલે સવારે ભંગાર બજાર વિસ્તારમાંથી આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે પોલીસ તપાસ બાદ આ પ્રૌઢની હત્યા થઈ હોવાનું ખૂલવા પામ્યું હતું. તો આ બનાવમાં પોલીસે આરોપી એવા બગવદર ગામે રહેતા એક શખ્સને ઝડપી લીધો છે.

હત્યાના આ બનાવ અંગે મૃતક રમેશભાઈ ત્રિભોવનભાઈ કણજારાના પત્ની મમતાબેન કે જેઓ મુળ ભાવનગરના છે અને હાલ ચોપાટી નજીક, રિલાયન્સ ફૂવારા સર્કલ પાસે ફૂટપાથ પર રહે છે અને લીલુ ઘાસ વેચવાનો ધંધો કરે છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ બગવદર ગામે રહેતા માલદે રામાભાઈ પરમાર નામના યુવાને રમેશભાઈના પુત્ર ક્રિષ્નવ સાથે વાતચીત દરમિયાન કોઈ બાબતે "કાંઈ મેળ પડશે” તેવું કહેતા રમેશભાઈ કણજારાએ માલદે પરમારને બે થપ્પડ મારી હતી અને ગાળાગાળી અને બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ ત્યાંથી માલદે જતો હતો. પરંતુ રમેશ ત્યારબાદ માલદેની પાછળ જતા ભંગાર બજાર સુધી બન્ને પહોંચ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા માલદે પરમારે કોઈ બોથડ પદાર્થ રમેશને મોઢા તથા માથાના ભાગે ઝીંકી દીધા હતા, જેથી ઈજાગ્રસ્ત બનેલા રમેશનું મોત થયું હતું. તો કમલાબાગ પોલીસે તાત્કાલીક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી માલદેને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »