ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દર વર્ષે ૫% ફી વધારાના નિર્ણય રદ કરી ફેર વિચારણા કરવા ટિમ ગબ્બરની માંગ

ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દર વર્ષે ૫% ફી વધારાના નિર્ણય રદ કરી ફેર વિચારણા કરવા ટિમ ગબ્બરની માંગ


વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી,
ગૃહમંત્રી,તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે,પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ગુજરાતની સ્કૂલો દ્વારા દરવર્ષ ૫ % નો ફી વધારો એફ.આર.સીની ગાઈડલાઈન કે સૂચના મુજબ કરવામાં આવે છે અને આવા ફી વધારાની અસર સમગ્ર ગુજરાતના લાખો પરિવારોના બાળકોને પડે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવી ઉચ્ચ ફી પોસાતી ન હોય અને તેના કારણે તેઓના બાળકોને પોતે પોતાના બાળકને જે શાળામાં ભણાવવાં માંગતા હોય તેવી સ્કૂલમાં એડમિશન લઈ શકતા નથી અને બાળકને નજીકની અને સારું શિક્ષણ અન્ય શાળામાં લેવું પડે છે અને વાલી અને બાળકને આવી મોંઘી ફી ભરી ન શકતા હોય જેથી સારા શિક્ષણ થી વંચિત રહેવું પડે છે અને આવી શાળામાં અભ્યાસ કરવા પ્રવેશ ન મળવાથી તેમના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય તેવી સ્થિતિ ઉભી થયેલ હોય અને હાલમાં શાળાઓ ચેક,તેમજ ડિજિટલ રીતે સ્વીકારે તો ખરેખર ફી કેટલી મેળવે છે તે પણ સરકારને ધ્યાનમાં રહે અને પારદર્શક ફી અંગે સરકારને સુધી ફી લેવાની અને સરકાર તમામ સંસ્થા /શાળાને નાણાં ચૂકવે તો શાળા સંચાલક કેટલી ફી મેળવે તે પણ ધ્યાને આવે તેવો પણ સુધારો કરવાની જરૃર છે.અને દર વર્ષે ૫ % ફી વધારો પાછો ખેંચવા અને જરૂરી ફેર વિચારણા કરવા અમારી ટિમ ગબ્બર સમક્ષ રજૂઆત થયેલ છે આ ઉપરાંત સ્કુલ યુનિફોર્મમાં, પુસ્તકોમાં, બુટ,મોજામાં પણ સ્કૂલ તરફથી ચોક્કસ જગ્યાએ લેવા દબાણ કરવામાં આવે છે એટલુંજ નહિ પરંતુ પ્રવાસના બહાને અને એન્યુલ ફંક્શનના નામે પણ વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી રકમ લેવામાં આવે છે અને ક્યાય પહોંચ અપાતી નથી અમુક સ્કૂલો અધવચ્ચે બંધ થઈ જાય છે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થાય છે તે પણ બંધ થવું જોઈએ તેવી પણ અમારી રજુઆત છે અમારી ટિમ ગબ્બરની આ સંવેદનશીલ સરકારને ગુજરાતના ભાવિ આવા બાળકો માટે સરકાર સહાનુભૂતિ દાખવી આ દરવર્ષ ૫ % ટકાનો વધારો કરવાનો નિર્ણય પાછો ખેંચે અથવા આ બાબતે ફેર વિચારણા કરે અને ગરીબ માં બાપના બાળકો પ્રત્યે સહાનુભૂતિ દાખવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »